મુંબઈ, 27 જાન્યુઆરી 2020, સોમવાર
ફિલ્મી દુનિયામાં સફળ થવા માટે લક અને મહેનત બંનેની જરૂર પડે છે. કોઈ કલાકાર ફિલ્મી પરીવારમાંથી આવતો પણ હોય તો પણ તે સફળ જ થાય અને તેને કામ મળતું જ રહે તે જરૂરી નથી. આ વાત સત્ય જણાય છે બોબી દેઓલની કારર્દિકી પર. બોબી દેઓલનો આજે 51મોં જન્મદિવસ છે. આજના દિવસે જાણીએ બોબી દેઓલના જીવનની ખાસ વાતો.
બોલિવૂડના હીમેન ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના નાના દીકરા બોબીનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ મુંબઈમાં થયો હતો. બોબીએ તેની કારર્કિદીની શરૂઆત 1995માં બરસાત ફિલ્મથી કરી હતી. પહેલી ફિલ્મ માટે તેને બેસ્ટ ડ્બ્યૂ એક્ટર માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેણે ગુપ્ત, સોલ્જર, બાદલ, બિચ્છુ, અજનબી અને હમરાઝ જેવી ફિલ્મો પણ કરી હતી. આ સમય બોબી માટે ગોલ્ડન પીરિયડ હતો.
બોલિવૂડમાં કેટલીક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ બોબીની ફિલ્મી સફર અટકી ગઈ. થોડા સમયમાં બોબી ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયો. ફિલ્મફેર અવોર્ડથી શરૂ થયેલી કારર્દિકી આકાશમાંથી જમીન પર આવી પહોંચી. બોબીને અચાનક કામ મળતું પણ બંધ થઈ ગયું અને તે નશો કરવા લાગ્યો. એક મુલાકાત દરમિયાન બોબીએ જણાવ્યું હતું કે તે વર્ષો સુધી કામ માંગતા રહ્યા પરંતુ તેને કામ આપવામાં ન આવ્યું. તેણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે કામ ન મળવાના કારણે તેને નશાની આદત થઈ ગઈ હતી. આ કારણે તેની પત્નીએ તેને ઘરમાંથી પણ કાઢી મુક્યો હતો.
સની દેઓલએ એક મુલાકાતમાં કહ્યું હતું કે જ્યારે બોબીને દસ વર્ષ સુધી કામ ન મળ્યું તો તેને જોઈ ભાઈ તરીકે તેને પણ દુખ થતું. સનીએ કહ્યું હતું કે તેમનો પરીવાર મજબૂત છે પરંતુ કોઈ એકને પણ તકલીફ થાય તો બીજાને તેની અસર થાય છે. જો કે 10 વર્ષ બાદ 2018માં બોબીના લકએ તેનો સાથ આપ્યો અને તેને રેસ-3 ફિલ્મ મળી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ પરંતુ બોબીના સ્ટાર્સ ચમકી ગયા. આ ફિલ્મ બાદ બોબી મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફૂલ-4માં પણ જોવા મળ્યો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vrgtH1
via Latest Gujarati News
0 Comments