
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 23 જાન્યુઆરી 2020, ગુરુવાર
સલમાન ખાન સાથેની ફિલ્મ ' મેંને પ્યાર કિયા ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી ભાગ્યશ્રી હવે રૂપેરી પડદે માતાના રોલમાં જોવા મળશે. દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની માતાનું પાત્ર ભજવવાની છે.
રિપોર્ટસના અનુસાર, ભાગ્યશ્રી પ્રબાસની આવનારી ફિલ્મ 'પ્રભાસ ૨૦'માં માતાના રોલમાં જોવા મળશે. પ્રભાસ આ ફિલ્મનું હાલ શૂટિંગ કરી રહ્યો છે.
કહેવાય છે કે, ભાગ્યશ્રીએ પણ શૂટિંગ શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટસના અનુસાર, ફિલ્મમાં ભાગ્યશ્રીનો રોલ મહત્વનો હોવાથી તેને ખાનગી રાખવામાં આવ્યો છે.
પ્રભાસની આ ૨૦મી ફિલ્મ હોવાથી હાલ આ ફિલ્મનું નામ 'પ્રભાસ ૨૦' રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે, આ એક પીરિયડ લવ સ્ટોરી છે, જેમાં પૂજા હેગડે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ ફિલ્મને રાધા કૃષ્ણ કુમાર ડાયરેકટ કરી રહ્યો છે. પ્રભાસ આ ફિલ્મમાં જ્યોતિષના રોલમાં જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aCGseD
via Latest Gujarati News
0 Comments