મહારાષ્ટ્ર બાદ જયપુરમા કોરોના વાયરસનો કેસ નોંધાયો

જયપુર, તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર

ચીનમા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે 80 લોકોના મોત નીપજ્યા છે. ચીનની સાથે આ વાયરસ દુનિયાના અન્ય દેશોમા પણ જોવા મળી રહ્યો છે.

ભારતમા પણ કેટલાક ગંભીર કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ રવિવારે જયપુરમા કોરોના વાયરસનો એક ગંભીર કેસ સામે આવ્યો છે. બિહારમા પણ એક યુવતી કોરોના વાયરસગ્રસ્ત હોવાની શંકા છે. 

રાજસ્થાનનો એક વિદ્યાર્થી પણ ઝપેટમા

રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ આ બાબતે જણાવ્યુ કે રવિવારે એક વિદ્યાર્થીને હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો છે. ચીનમા એમબીબીએસનો કોર્સ પૂરો કરીને ભારત પરત ફરેલા એક ડૉકટર કોરોના વાયરસથી પ્રભાવિત હોવાની શંકા છે. તેમની સાથે તેમના પરિવારના સભ્યોના પણ સ્ક્રિનિંગ કરવાના આદેશ આપવામા આવ્યા છે. દર્દીના બ્લડ સેમ્પલ પુણેમા આવેલી નેશનલ વાયરોલોજી લેબમા મોકલવામા આવ્યા છે. 

રાજ્યના 4 જિલ્લાના કુલ 18 લોકો ચીનથી ભારત પરત ફર્યા છે. આ લોકોને સંબંધિત જિલ્લા પ્રમુખ અને સ્વાસ્થ્ય અધિકારીઓએ 24 કલાક સારવાર હેઠળ રાખવાના આદેશ આપ્યા છે.  

કોરોના વાયરસને લઈને બિહારમા એલર્ટ 

બિહારના છપરામા રહેતી એક યુવતી કોરોનાવાયરસની ઝપેટમા આવી હોવાની શંકાને લઇને તેને હોસ્પિટલમા દાખલ કરવામા આવી છે. જ્યાંથી તેને આજે પીએમસીએચ લાવવામા આવશે.

યુવતી તાજેતરમા જ ચીનથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પરત ફરી છે. પટનાના સિવિલ સર્જન ડૉકટર વિનય કુમાર યાદવે જણાવ્યુ કે, ચીનમા ન્યુરો સાયન્સમા પીએચડી કરનાર વિદ્યાર્થિની 22 જાન્યુઆરીએ છપરા પરત ફરી છે. તબિયત બગડવાના કારણે તેને આઈસોલેટિડ વોર્ડમા દાખલ કરવામા આવી છે. 

છપરામા આ વાયરસની સારવાર માટેની વ્યવસ્થા ના હોવાના કારણે તેને પટના મોકલવામા આવી છે. 

કોરોના વાયરસને પગલે 29,707 મુસાફરોની તપાસ થઈ: સ્વાસ્થ્ય મંત્રાલય

મંત્રાલયે ટ્વીટમા જણાવ્યુ કે, દેશના મુખ્ય સાત એરપોર્ટની 137 ફ્લાઇટના 29,707 મુસાફરોની તપાસ કરવામા આવી. આજે 22 ફ્લાઇટના 4,359 મુસાફરોની તપાસ કરવામા આવી છે.

નેપાલમા કોરોના વાયરસનો એક કેસ સાબિત થતા, ભારતે નેપાળની બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમા એલર્ટ જાહેર કર્યુ છે. ઉત્તરાખંડમા પિથૌરાગઢ જિલ્લાના ઝૂલાઘાટ અને જૌલજીબીમા નેપાળની બોર્ડર સાથે જોડાયેલ જિલ્લામા સ્વાસ્થ્ય દળને રાખવામા આવ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RrCLRn
via Latest Gujarati News

Post a Comment

0 Comments