સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો

સુરત, તા. 21 જાન્યુઆરી 2020, મંગળાવર

સુરતની રઘુવીર માર્કેટમાં ફરી એકવાર ભીષણ આગ લાગી છે. આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 48 જેટલી ગાડીઓ અને 200 જેટલા ઘટના સ્થળે પહોંચી હતી.

આગ બે કાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગ એટલી બધી વિકરાળ લાગી છે કે તેના ધુમાડો કિલોમીટર દૂર જોવા મળી રહ્યા છે. 


રાત્રે 3 વાગ્યે લાગેલી આગ ક્યા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ પહેલા પણ રઘુવીર માર્કેટમાં આઠમી જાન્યુઆરીએ આગની ઘટના બની હતી. ત્યારે ફરીવાર રઘુવીર માર્કેટ આગની ઝપેટમાં આવી ગયુ છે.


સુરતમાં સતત લાગી રહેલી આગના કારણે તંત્ર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sJWzWL
via Latest Gujarati News

Post a Comment

0 Comments