
દાવોસ, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ)એ આજે ભારત સહિત વૈશ્વિક આૃર્થતંત્ર માટેના વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. આઇએમએફએ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતનો આિર્થક વિકાસનો અંદાજ ઘટાડીને 4.8 ટકા કર્યો છે. ઉલ્લેખનીય છે કે આઇએમએફએ ઓક્ટોબરમાં જીડીપીનો અંદાજ 6 ટકા રાખ્યો હતો.
આઇએમએફના જણાવ્યા અનુસાર ભારતમાં મંદીને કારણે વૈશ્વિક આૃર્થતંત્રના વિકાસ દરના અંદાજમાં પણ ઘટાડો કર્યો હતો. જો કે આગામી નાણાકીય વર્ષથી આિર્થક વિકાસ વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ેઆઇએમએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આિર્થક વિકાસ નાણાકીય વર્ષ 2020-21મા 6.5 ટકા રહેવાનો અંદાજ છે.
આઇએંમએફના તાજેતરના અહેવાલ મુજબ વૈશ્વિક આિર્થક વિકાસ 2019માં 2.9 ટકા, 2020માં 3.3 ટકા અને 2021માં 3.4 ટકા રહેશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકના ઉદ્ઘાટન પહેલા આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટલીના જોર્જિવાએ જણાવ્યું હતું કે નીતિ ઘડનારાઓને એક જ સરળ સલાહ છે કે તે પરિણામ આપી શકે તેવા તમામ ઉપાયો અમલમાં મૂકે.
જોર્જિવાએ જણાવ્યું છે કે વેપાર પ્રણાલીમાં સુધારના મૂળભૂત મુદ્દાઓ અત્યારે પઁણ વણઉકેલ્યા છે. આઇએમએફના મુખ્ય આૃર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું છે કેઅમેરિકા-ચીન વેપાર સમજૂતી આગળ વધવાને કારણે ઓક્ટોબરથી આૃર્થતંત્ર સામેના જોખમોમાં ઘટાડો થયો છે.
તેમણે જણાવ્યું છે કે ભારતના આિર્થક વિકાસના અંદાજમાં ઘટાડો થવાને કારણે વિશ્વના બે વર્ષના વૃદ્ધિ દરમાં 0.1 ટકા અને તેના પછીના વર્ષમાં 0.2 ટકાનો ઘટાડો થયો હતો. આઇએમએફએ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતના આિર્થક વિકાસનો અંદાજ ઘટાડીને 4.8 ટકા કરી દીધો છે. જેનું મુખ્ય કારણ નોન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટરમાં સમસ્યા અને ગામોમાં ઘટતી જતી માગ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30EW1Oa
via Latest Gujarati News
0 Comments