
ભારતના રીટેલ દુકાનદારો ઇ કોમર્સ કંપનીઓ સામે જંગે ચઢેલા છે અને સરકાર તેમજ નિયમોેથી નારાજ છે
એમેઝોનની દાનત ખોરી હોવાનો શક ભારતમાં કોઇ રોકાણકાર એક અબજ ડોલર રોકવા માંગતો હોય તેને આવકારવાના બદલે કાયદાનું પાલન કરવા જણાવાયું..
હસવું અનેે લોટ ફાકવો એ બંને એક સાથે શક્ય નથી એવું જાણવા છતાં ભારતના પ્રધાનો લ્યુસીડ રહેવાના બદલે પોતાને કોઇની પડીજ નથી એવો વ્યવહાર કરી રહ્યા છે.
ભારત એક તરફ વિદેશી રોકાણકારો માટે લાલ જાજમ બિછાવે છે તો બીજી તરફ જાયન્ટ રોકાણકારોને કાયદાનું પાલન કરવાનો ડર બતાવીને તેમને રોકાણ અંગે ફરી વિચારતા કરી દે છે. એમેઝોન પાસે માર્કેટીંગ માટેની વ્યૂહ રચના છે. તે રોજગારી પણ ઉભી કરી શકે છે પરંતુ તેની દાનત ખોરી છે. તે કાયદાની છટકબારી શોધીને પોતાને નફો વધારવા પ્રયાસ કરે છે.
એમેઝોનના બોસની ભારત મુલાકાત નક્કી થઇ ત્યારથીજ તેમના સિસ્ટમને સાણસામાં લેવાની શરુઆત કરાઇ હતી. એમેઝોન કાયદા તોડે છે અને આડેધડ ડીસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષે છે.
એમેઝેાન જે ભાવે માલ આપે છે તે જોઇને એમ લાગે કે તેને પોષાય કેવી રીતે? કેટલાંક એવી દલીલ કરે છેકે તે લોમાં માલ ખરીદે છે એટલે તેને સસ્તો પડે છે. પરંતુ ભારતના વેપારીઓને આ વાત ગળે નથી ઉતરતી.
એક તરફ કોમ્પીટેશન કમિશન ઓફ ઇન્ડિયા ઓનલાઇન કોમર્સને કાયદાનું પાલન કરવા કહે છે તો બીજી તરફ વિશ્વના સૌથી ધનવાન અને ઇ કોમર્સ જાયન્ટ એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ ભારતમાં એક અબજ ડોલરના રોકાણ માટેની જાહેરાત કરી છે.
જો કે જેફ બેઝોસની જાહેરાત થી ખુશ થાવાની જરુર નથી કેમકે ઇ કોમર્સ જાયન્ટ ભારત સરકારે બનાવેલી સિસ્ટમનું પાલન કરતા નથી. જે રીતે ઇ કોમર્સ ઉંચા ડીસ્કાઉન્ટ આપી રહી છે અને જે રીતે અન્ય કંપનીઓ સાથે ટાઇ અપ કરીને વેચાણ વધારી રહી છે તે ગેરકાયદેસર છે અને કોમ્પીટેશન કમીશને તેનો જવાબ માંગ્યો છે.
જેફ બેઝોસે એક અબજ રોકવાની જાહેરાત કરીકે તરતજ કોમર્સ પ્રધાન પિયુષ ગોયેલે સ્પષ્ટતા કરી હતી કે પહેલાં ભારતના કાયદાનું પાલન કરે પછી બીજા રોકાણની વાતો કરો. આશ્ચર્ય તો એ વાતનું છે કે એેમેઝોનનું ભારતનું એકમ ખોટમાં ચાલે છે તે પછી બીજું રોકાણ કરવા પાછળનો શું અર્થ?
ભારતના રીટેલ દુકાનદારો ઇ કોમર્સની કંપનીઓ સામે જંગે ચઢેલી છે અને સરકારથી નારાજ છે. બીજી તરફ ભારતની યુવા પેઢી ઇ કોમર્સ પરથી જીવન જરુરી ચીજો મંગાવતી થઇ છે. ઇ કેામર્સ પર ખરીદી કરવાના ક્રેઝમાં પણ વધારો થઇ રહ્યો છે. સિઝનલ સેલ અને ફ્રાઈડે સેલ જેવા થીમ શરુ કરીને ઇન્ટરનેટ યુઝર્સને આકર્ષવામાં આવ્યા છે.
ભારતના રીટેલ દુકાનદારો પેકી જે લોકો સમૃધ્ધ છે તેમણે પોતાની દુકાનને મીની શોપિંગ મોલ બનાવીને ગ્રાહકોેને પોતાની તરફ ખેંચ્યા હતા. પરંતુ ઓન લાઇન શોપિંગ ઘેર ઘેર થતું થઇ ગયું હતું. નાના દુકાનદારોના વિરોધ વચ્ચે ઓનલાઇન શોપિંગ લોકપ્રિય બનવા લાગ્યું હતું.
જેફ બેઝોસની ભારત મુલાકાત ખાનગી નહોતી. તે જ્યારે ભારત આવવાના હતા તેના આગલા અઠવાડીયેજ કોમ્પીટેશન કમિસને એમેઝોન અને ફ્લીપકાર્ટને કાયદા ભંગની નોટિસ ફટકારી હતી. ઇ ર્કામર્સ સાઇટ પર માલ એટલો સસ્તો મળે છે કે કેટલાક રીટેલ દુકાનવાળા પણ ઓનલાઇન માલ મંગાવીને રીટેલમાં વેચીને બહોળો નફો રળી લેતા થયા છે.
ઇ કેામર્સની કંપનીઓ ભારત સરકારની નબળાઇ જાણી ગઇ છે. ભારતને જંગી રોકાણની લોલી પોપ બતાવીને ભારતના કાયદાનો ભંગ કરતા રહેવાની તેમની નિતી હવે ખુલ્લી પડી ગઇ છે.
પહેલીવાર એવું થયું છે કે ભારતમાં કોઇ રોકાણકાર એક અબજ ડોલર રોકવા માંગતો હોય તેને આવકારવાના બદલે તેને કાયદાનું પાલન કરવા જણાવાતું હોય ત્યારે એમ લાગે છે કે ભારતના પ્રધાનો પ્રેકટીકલ નથી.
જ્યારે પણ કોઇ આર્થિક મુદ્દાની ચર્ચા થાય કે તરતજ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ પોતાનો એક્સપર્ટ ઓપીનીયન આપવા તૂટી પડે છે. એમેઝોનના કેસમાં પણ જેવું પિયુષ ગોયેલે નિવેદન આપ્યું કે તેરતજ ચિદમ્બરમેે ઉપરા છાપરી ટ્વીટ કરીને સરકારના પગલાંની ટીકા કરી હતી.
એમેઝેાનની હાથી ચાલ છે. છતાં તેણે ભારતને જવાબ આપવો પડશે. એમેઝોન ભારતને ગ્રાહક બેઝ છોડવા તૈયાર નથી.એેટલે તે સરકારને સરંડર થઇને આગળ વધવા વિચારે છે.
કેટલાક જાણકારો કહે છેકે એમેઝોન સાથે શિંંગડા ભરાવવા પાછળનું મુખ્ય કારણ દિલ્હીની ચૂંટણીઓ છે. દિલ્હીમાં નાના દુકાનદારો છેલ્લા ઘણા સમયથી ઇ કોમર્સ ક્ષેેત્રે અપાતા જંગી ડીસ્કાઉન્ટથી નારાજ છે. તેમના વોટ પણ ભાજપને ઉપયોગી બની શકે છે.
દિલ્હીના આ રીટેલ દુકાનદારોને ખુશ કરવા સરકારે એમેઝોન સાથે ટકરાવવાનું નક્કી કર્યું હતું. સરકારની વાહ વાહ થઇ રહી છે પરંતુ એમેઝોેન સાથેના વિવાદના કારણે વિશ્વના રોકાણકારોમાં નેગેટીવ સિગ્નલો જતાં રોકી શકી નથી.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2toKNl2
via Latest Gujarati News
0 Comments