બજેટમાં સ્મોલ સેવિંગ્સને પ્રોત્સાહન, આવકવેરાના સ્લેબમાં ધરખમ ફેરફાર થશે


આગામી ૧ ફેબુ્રઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થશે. આ માટે હાલ જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. રાજકીય પક્ષો બજેટમાં ખર્ચના આંકડા અને ઋણ અંગેના સત્યને આંકડાકીય બનાવટના વિવિધ સ્તરો હેઠળ છૂપાવવામાં આવે છે. 

ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (એફઆરબીએમ) એક્ટ મુજબ કેન્દ્ર સરકાર તેની રાજકોષીય ખાધને જીડીપીના ત્રણ ટકા સુધી લાવે તે જરૂરી છે. આ બાબત નાણાંકીય વિશ્વસનીયતાનો માપદંડ છે. પરંતુ ઘણી વખત મહેસૂલી આવકમાં અપેક્ષાથી વધારો ઘટાડો થાય છે. 

આ ઉપરાંત મત મેળવવા માટે નવી લોકપ્રિય યોજનાઓ ખર્ચનો બોજ વધારી દે છે. તેઓ એફઆરબીએમના લક્ષ્યાંકને તોડવા ઇચ્છતા નથી, પણ તેઓ નકામા ખર્ચમાં કાપ મૂકવાને બદલે આંકડા છૂપાવવા પ્રયાસ થાય છે.

૨૦૧૮-'૧૯ના નાણાંકીય વર્ષમાં કૃત્રિમ રીતે ખાધ નીચી રાખવામાં આવી હતી, પરંતુ તેના લીધે ત્યાર પછીના વર્ષ માટે મુશ્કેલી સર્જાઈ હતી. ભારતે હવે તેની હાલની 'રોકડ હિસાબી' પદ્ધતિ બદલીને 'એક્રુઅલ સિસ્ટમ' અપનાવવી જોઈએ જેમાં બાકી ચૂકવણીઓ પણ ખર્ચ તરીકે નોંધાયેલી હોય છે અને વિલંબીત ચૂકવણી દ્વારા તેના આંકડામાં બનાવટ કરી શકાતી નથી. તેના લીધે બજેટ પારદર્શક બનશે.

ગયા વર્ષે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે આ પ્રકારની ગરબડને પકડી પાડી હતી. ૨૦૧૭-'૧૮માં ઔપચારિક કેન્દ્રીય રાજકોષીય ખાધ જીડીપીના ૩.૪૬ ટકા હતી પરંતુ કેગે ઓફ બજેટ ઋણની ગણતરી કરતા તે ખરેખર બે ટકા વધારે હતી અને વાસ્તવિક ખાધ જીડીપીના ૫.૫ ટકા હતી.

હવે આપણે મૂળ બજેટની વાત કરીએ તો પ્રવર્તમાન સ્થિતિમાં બજેટમાં સ્મોલ સેવિંગ્સને પ્રોત્સાહન મળે તેવી પૂર્ણ શક્યતા છે. સરકાર આગામી બજેટમાં પગારદાર વર્ગ માટે વધુ પ્રોત્સાહન આપવાનું વિચારી રહી છે. નાણાંમંત્રાલય કલમ ૮૦ સી કેટેગરી હેઠળની કરકપાત રૂા. ૧.૫ લાખથી વધારી રૂા. ૨.૫ લાખ કરે તેવી શક્યતા છે. 

ઉપરાંત,PPF ની રોકાણ મર્યાદા રૂા. ૧.૫ લાખથી વધારી, રૂા. ૨.૫ લાખ કરવાની વિચારણા પણ ચાલી રહી છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) માટે રૂા. ૫૦,૦૦૦ સુધીની વધારાની કરમુક્તિ આપવા કલમ ૮૦ હેઠળ અલગ સેગમેન્ટ શરૂ કરવાની યોજના છે.

નાની બચત અને ખાસ કરીને PPF, NSC જેવી સ્કીમ્સ માટે કર પ્રોત્સાહનનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો છે. તેને મંજૂરી મળશે તો સ્મોલ સેવિંગ્સ અંગેની કરકપાત બજેટની જાહેરાતનો ભાગ બનશે. આ પગલાથી બચત કરનાર વ્યક્તિના હાથમાં વધુ નાણાં આવશે.

અત્યારે આવકવેરાની કલમ ૮૦ ભહેઠળ રૂા. ૧.૫ લાખની કરકપાત મળે છે જેમાં PPF માં કરાયેલું રોકાણ પણ સામેલ છે.  NSC પણ આ જ રોકાણનો ભાગ છે. ભારતના ઘરગથ્થુ સેક્ટરનો બચત દર ૨૦૧૭-'૧૮માં ઘટીને ૧૭.૨ ટકા થયો હતો જે ૨૦૧૧-'૧૨માં ય્ઘઁ ના ૨૩.૬ ટકા હતો. ખ.રૂ. ૧૯ના આંકડા હજુ ઉપલબ્ધ થયા નથી.

૨૦૧૧-'૧૨થી ફાઇનાન્શિયલ એસેટ્સમાં ઘરગથ્થુ બચતનો હિસ્સો GDP ના લગભગ ૭ ટકા રહ્યો છે. જેમાં બેન્ક થાપણ પરિવારોની કુલ નાણાંકીય બચતમાં સૌથી મોટો ૨૭ ટકા હિસ્સો ધરાવે છે. સરકાર બચતકર્તાના હાથમાં વધુ નાણાં આપવા માંગે છે અને તેને આશા છે કે, આવું કરવાથી વપરાશ આધારિત માંગમાં વધારો નોંધાશે.

જો સરકાર PPF ની રોકાણમર્યાદા હાલના રૂા. ૧.૫ લાખથી વધારી રૂા. ૨.૫ લાખ કરાશે તો ટેક્સ કલેક્શન પર તેની ઘણી મોટી અસર થઈ શકે છે તેમ નિષ્ણાતોનું માનવું છે. કારણ કે આ રોકાણનો મુખ્ય હેતુ બચત વધારવાનો છે. ભારતમાં બચતનો દર ઘટી રહ્યો છે ત્યારે આ પગલું મહત્ત્વનું પુરવાર થઈ શકે. આગામી બજેટમાં સૌથી ઊંચી આવક ધરાવતા લોકો માટે નવો સ્લેબ, કરકપાત વગર નિશ્ચિત ટેક્સ રેટ, વ્યક્તિગત આવકવેરાના દરમાં ઘટાડો સહિતના પ્રસ્તાવો પર વિચારણા થઈ રહી છે.

સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીને રૂા. ૧.૪૫ લાખ કરોડની રાહત આપી છે. જો કે, તેને રોકાણ આકર્ષવા માટેના ડાયરેક્ટ ટેક્સ સુધારણાના વ્યાપક પગલા તરીકે જોવાઈ રહ્યું છે. કોર્પોરેટ ટેક્સમાં રાહત પછી વ્યક્તિગત આવકવેરામાં ઘટાડો કરવાની માંગણીએ જોર પકડયું છે. કારણકે ગયા બજેટમાં આ મુદ્દે કોઈ રાહત આપવામાં આવી ન હતી.

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ આગામી બજેટમાં આવકવેરાના દરોમાં મોટા પાયે ફેરફાર થવાની સંભાવના છે. હાલ જે ત્રણ સ્લેબ છે તેની જગ્યાએ ચાર સ્લેબ આવે તેવી સંભાવના જાણકાર વર્તુળોએ વ્યક્ત કરી હતી.

ટાસ્કફોર્સની ભલામણોનો સ્વીકાર કરાશે તો હાલ જે રૂા. ૫ લાખ સુધીની આવક કરમુક્ત છે તેને વધારીને રૂા. ૬.૫ લાખ કરવામાં આવે તેવી સંભાવના છે. બે કરોડથી વધુ આવક ધરાવતા લોકો માટે ૩૫ ટકાનો સ્લેબ અમલી બને તેવી શક્યતા છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38sZ6nv
via Latest Gujarati News

Post a Comment

0 Comments