'વીરે દી વેડિંગ ટુ'ની તૈયારી થતી હોવાનો કરીના કપૂરનો અંદાજ


(પ્રતિનિધિ દ્વારા)       મુંબઇ,તા. 09 જાન્યુઆરી 2020, ગુરુવાર

કરીના કપૂરની હાલની રિલીઝ થયેલી ફિલ્મ 'ગુડ ન્યુઝ' બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે. તેવામાં કરીનાએ પોતાની એક સફળ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી હોવાનો અંદાજ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, મને લાગે છે ત્યાં સુધી એકતા  'વીરે ધ વેડિંગ ટુ'ની તૈયારી કરી રહી છે. જોકે તેણે  આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી. 

ફિલ્મની  નિર્માત્રી રિયા અને એકતા કપૂરે હજી સુધી ' વીરે ધ વેડિંગ 'ની સિકવલ પર ચુપ્પી સાધી રાખી છે. ત્યારે કરીનાએ એને લઇને ખુલાસો કર્યો છે. જોકે તેણે ખાતરીપૂર્વક કહ્યું નથી. કરીનાએ કહ્યું હતું કે, મને લાગે છે કે, એકતા આ ફિલ્મની સિકવલની  તૈયારી કરી  રહી છે. હું,  સોનમ કપૂર અને  સ્વરા ભાસ્કર આ  ફિલ્મની  સિકવલમાં કામ કરવા  ઉત્સાહિત  છીએ. પહેલો  પાર્ટ બહુ જ શાનદાર રહ્યો હતો. અમને ત્રણેયને સાથે કામ કરવામાં  બહુ  મજા આવી  હતી અમે  ફરી  સાથે કરવા  ઉત્સાહિત  છીએ. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nad84U
via Latest Gujarati News

Post a Comment

0 Comments