અમેરિકાને જડબાતોડ જવાબ આપવા સેંકડો મિસાઈલો તૈયાર હોવાની ઈરાનની ધમકી


વૉશિંગ્ટન/બગદાદ/તહેરાન, તા. 9 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ઈરાને ફરીથી અમેરિકાને ધમકી આપી છે. ઈરાને કહ્યું હતું કે અમેરિકાને જડબાતોડ જવાબ આપવા માટે સેંકડો મિસાઈલો તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ ઈરાકમાં અમેરિકન એમ્બેસી નજીક બે રોકેટ હુમલા થયા હતા.

ઈરાનના બ્રિગેડિયર જનરલ અમીર અલીએ અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે અમેરિકાને જડબાતોડ જવાબ આપવા ઈરાને સેંકડો મિસાઈલો તૈયાર રાખી છે. આ લશ્કરી અિધકારીએ કહ્યું હતું કે ઈરાને 13 મિસાઈલો લોંચ કરી છે, પરંતુ તે સિવાયની હજારો મિસાઈલો લોંચ થવા તૈયાર છે. ઈરાનના આ લશ્કરી અિધકારીએ તો અમેરિકાને આક્રમક જવાબ આપવાના ભાગરૂપે સાયબર હુમલાની પણ ચેતવણી આપી હતી.

યુરોપિયન યુનિયનના અિધકારીએ બંને દેશોને હુમલાઓ અટકાવવાની વિનંતી કરી હતી. ઈરાનના પ્રમુખને કોઈ આક્રમક પગલું ન ભરવાની યુરોપિયન યુનિયને માગણી કરી હતી. બીજી તરફ ઈરાકના બગદાદમાં ગ્રીનઝોનમાં બે મિસાઈલો ત્રાટકી હતી.

આ વિસ્તારમાં જ અમેરિકન એમ્બેસી હોવાથી એને નિશાન બનાવીને રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાકી સૈન્યએ આ હુમલાની પુષ્ટિ કરી હતી. અગાઉ બે દિવસ પહેલાં પણ ઈરાને અમેરિકન દૂતાવાસને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. જોકે, એમાં કોઈ નુકસાન થયું ન હતું.

દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પ્રત્યે પ્રથમ વખત નરમ વલણ બતાવ્યું હતું. વ્હાઈટ હાઉસમાં મીડિયાને સંબોધતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન હિથયારો મૂકી દેશે તો અમેરિકા નવો હુમલો નહીં કરે.દુનિયાની શાંતિ માટે સમજદારીથી કામ લેવું જોઈએ એવું ટ્રમ્પે કહ્યું હતું. 

ટ્રમ્પે ઈરાન સામે જવાબી કાર્યવાહી થશે કે હુમલો થશે એવો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. બગદાદના ગ્રીન ઝોનમાં થયેલાં મિસાઈલ હુમલા મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે તેમાં એક પણ અમેરિકન નાગરિકને ઈજા પહોંચી નથી.

જોકે, ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમો બાબતે સખ્ત વલણ દેખાડયું હતું. પરમાણુ કાર્યક્રમો બાબતે ટ્રમ્પે તેમનું આક્રમક વલણ બતાવીને જૂની શરતો અંગે ભારપૂર્વક કહ્યું હતું. ટ્રમ્પે નવા પ્રતિબંધો લગાવવાની વાત પણ કહી હતી, જોકે, હુમલો કરવાની કે જવાબી કાર્યવાહી ન કરવાની ટીપ્પણીથી ઈરાન નરમ પડશે એવી શક્યતા વ્યક્ત થઈ હતી.

સ્વબચાવના ભાગરૂપે ઈરાનના લશ્કરી વડાને ઠાર કર્યા : અમેરિકાનો બચાવ

યુનાઈટેડ નેશન્સ, તા. 9

ઈરાન ઉપર કરાયેલી લશ્કરી કાર્યવાહીની સ્પષ્ટતા કરતા અમેરિકાના યુએન સિૃથત રાજદૂતે કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનના લશ્કરી વડા ઉપર સ્વબચાવના ભાગરૂપે હુમલો કર્યો હતો. ઈરાનના લશ્કરી વડા અમેરિકનો ઉપર હુમલો કરવાની ફિરાકમાં હતા અને અમેરિકોના બચાવ માટે લશ્કરી કાર્યવાહી કરી હતી.

 અમેરિકાના યુએન સિૃથત રાજદૂત કેલી ક્રાફ્ટે લેખિતમાં સુરક્ષા પરિષદને ઈરાનમાં થયેલા મિસાઈલ હુમલા અંગે જાણકારી આપી હતી, એમાં સ્વબચાવ શબ્દને ધ્યાનમાં રાખીને સ્પષ્ટતા કરવામાં આવી હતી. અમેરિકન રાજદૂતે કહ્યું હતું કે કોઈ પણ શરતો વગર ઈરાન સાથે મંત્રણા કરવા અમેરિકા વિચારણા કરશે. વિશ્વની શાંતિ માટે અમેરિકા મંત્રણાની પહેલ કરશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2sRGgY1
via Latest Gujarati News

Post a Comment

0 Comments