બ્રિટનના પાટવી કુંવર હેરી અને પત્ની મેગન રાજવી ઠાઠનો ત્યાગ કરશે, સ્વનિર્ભર બનવાનો નિર્ણય


લંડન, તા. 9 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

બ્રિટિશ રાજપરિવારના પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન મર્કેલે રાજપરિવારનો દરજ્જો છોડવાની જાહેરાત કરી છે. આર્થિક રીતે સ્વનિર્ભર રહેવા માટે આ નિર્ણય કર્યો હોવાનું બંનેના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

આ નિર્ણયથી રાજપરિવાર નારાજ છે. કહેવાય છે કે તેમણે આ નિર્ણય લેતા પહેલાં રાજપરિવારના કોઈ જ સભ્યને જણાવ્યું ન હતું. રાણી એલિઝાબેથનો પૌત્ર પ્રિન્સ હેરી સિંહાસનનો છઠ્ઠા નંબરનો દાવેદાર હતો.

મે-2018માં પ્રિન્સ હેરીએ મેગન મર્કેલ સાથે લગ્ન કર્યા હતા. અચાનક બંનેનું નિવેદન આવ્યું હતું કે તે રાજપરિવારનો સિનિયર દરજ્જો છોડવા ઈચ્છે છે અને હવે આર્થિક રીતે સ્વનિર્ભેર રહેશે. એટલે કે રાજપરિવાર ઉપર તેમનો હવે કોઈ જ આધાર હશે નહીં. બંનેએ જણાવ્યું હતું કે ઉત્તરી અમેરિકા અને બ્રિટનમાં તેમનો સમય વીતાવશે.

તેમના નિવેદનમાં કહેવાયું હતું કે મહારાણી એલિઝાબેથ અને કોમનવેલ્થ પ્રત્યે કર્તવ્યનું સન્માન કરીને તેમણે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી બ્રિટિશ રાજપરિવારમાં એક નવી પરંપરા શરૂ થશે.

બ્રિટિશ મીડિયાએ દાવો કર્યો હતો કે આ નિર્ણય અંગે આ બંને રોયલ દંપતિએ રાજપરિવારના કોઈ જ સભ્યો સાથે ચર્ચા કરી ન હોવાથી રોયલ ફેમિલી આ નારાજ છે. હેરી અને મેગન છેલ્લાં છ સપ્તાહથી વેકેશન પર હતા. વેકેશનમાંથી પરત આવ્યા બાદ તેમણે જાહેર જીવન અને રોયલ પરિવાર છોડવાની જાહેરાત કરી હતી.

ગયા વર્ષે પ્રિન્સ હેરીને તેના મોટાભાઈ પ્રિન્સ વિલિયમ સાથે અણબનાવ થયાના અહેવાલો પ્રસિદ્ધ થયાહતા. બ્રિટિશ મીડિયાએ એ અંગેના અહેવાલો પરથી પણ અટકળો લગાવી હતી. મહારાણી આ નિર્ણયથી નિરાશ છે.

એમના નિવાસસ્થાનેથી સત્તાવાર નિવેદન આવ્યું હતું, જેમાં કહેવાયું હતું કે જો તેમનો આ નિર્ણય હશે તો એમાં કોઈ અડચણ આવશે નહીં, પરંતુ આ પ્રક્રિયા બીજી રીતે પણ થઈ શકી હોત. આ ખૂબ જ કોમ્લિકેટેડ મુદ્દો છે. એના પર પ્રક્રિયા થતાં સમય લાગશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R8Fw94
via Latest Gujarati News

Post a Comment

0 Comments