નવી દિલ્હી તા. 2 જાન્યુઆરી 2020 ગુરૂવાર
NCPના નેતા ડી પી ત્રિપાઠીનું પાટનગર નવી દિલ્હીમાં લાંબા સમયની બીમારી બાદ મરણ થયું હતું.
ત્રિપાઠી 67 વર્ષના હતા. પોલિટિક્સમાં સક્રિય થતાં પહેલાં એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખપદે પણ રહી ચૂક્યા હતા.
રાજકારણમાં જોડાયા બાદ ત્રિપાઠી કોંગ્રેસ પક્ષના સક્રિય સભ્ય હતા. સોનિયા ગાંધીના વિરોધમાં એ કોંગ્રેસ છોડીને શરદ પવારના એનસીપીમાં જોડાયા હતા. ઉત્તર પ્રદેસના સુલતાનપુરમાં જન્મેલા ત્રિપાઠી અચ્છા વક્તા હતા.
ભારતીય લશ્કરે ઊરીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારબાદ મોદી સરકાર એનો રાજકીય લાભ ઊઠાવી રહી છે એવો આક્ષેપ સૌ પ્રથમ ત્રિપાઠીએ કર્યો હતો.
એનસીપી પ્રમુખ શરદ પવારનાં પુત્રી સાંસદ સુપ્રિયા સુળેએ આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે એનસીપીના મહામંત્રી રહેલા ત્રિપાઠી અમારી જેવા યુવાન કાર્યકરો માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39uzZln
via Latest Gujarati News
0 Comments