નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી 2020, ગુરૂવાર
કાતિલ ઠંડીએ નવા વર્ષના પહેલાજ દિવસે ઉત્તર પ્રદેશમાં 31 વ્યક્તિનો ભોગ લીધો હોવાની માહિતી મળી હતી.
કેન્દ્રીય હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે હજુ તો ઠંડી વધવાની છે. સાથોસાથ કેટલાંક રાજ્યોમાં વરસાદ પણ પડી શકે છે. હવામાન ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાંગ આમ તો તાપમાન ત્રણથી ચાર ડિગ્રી જેટલું વધ્યું છે એટલે કામચલાઉ ધોરણે ઠંડી થોડી ઓછી લાગશે પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધી જવાનું છે.
કેટલાંક રાજ્યોમાં કમોસમી વરસાદ પણ તૂટી પડવાની શક્યતા છે. ખાસ કરીને પંજાબ , હરિયાણા અને ચંડીગઢના મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
બુધવાર બપોર પછી આ રાજ્યોમાં વરસાદી વાદળોની હેરફેર વધી જવા પામી હતી. વરસાદ પડવાથી પણ તાપમાનનો પારો નીચે ઊતરી જતાં ઠંડી અસહ્ય થઇ જવાની ધારણા છે. દિલ્હી, બિહાર અને ઝારખંડમાં પણ હલકાં ઝાપટાં પડવાની શક્યતા નકારી કઢાતી નથી.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં બુધવારે લગભગ આખો દિવસ ધૂમ્મસ રહ્યું હતું. વચ્ચે અલપઝલપ હળવો તડકો નીકળ્યો હતો. પરંતુ ઠંડીમાં રાહત મળી નહોતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SKJlU1
via Latest Gujarati News
0 Comments