બેંકો પછી કંપનીઓની એફડીના વ્યાજ દરોમાં પણ 0.20થી 0.45 ટકાનો ઘટાડો


નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એફડી પર વ્યાજ ઘટાડયા પછી અનેક કંપનીઓએ પણ એફડીના વ્યાજમાં ઘટાડો કર્યો છે. કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝીટમાં મોટી રકમનું રોકાણ કરનારા થોડાક નિરાશ થયા છે. અનેક કંપનીઓએ પોતાના એફડી રેટમાં ૨૦-૪૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. 

કંપનીઓએ આ નિર્ણય એસબીઆઇ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યા પછી લીધો છે. બજાજ ફાઇનાન્સ માર્ચના પ્રથમ સપ્તાહમાં પોતાના એફડી રેટ ૨૫ થી ૪૦ બેસિસ પોઇન્ટ ઘટાડશે. મહિન્દ્રા ફાઇનાન્સ અને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે પણ પોતાના એફડી રેટ પર આ જ મહિને ૧૫ થી ૪૫ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. 

વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યા પછી બજાજ ફાઇનાન્સનો મહત્તમ એફડી રેટ ૭.૮૦ ટકા થઇ ગયો છે જ્યારે મહિન્દ્રા ફાઇનાન્સનો મહત્તમ એફડી રેટ ૮.૧ ટકા થઇ ગયો છે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સનો મહત્તમ એફડી રેટ ૭.૯૫ ટકા થઇ ગયો છે. જો કે સિનિયર સિટિઝનને ૨૫ બેસિસ પોઇન્ટ વધારે વ્યાજ આપવામાં આવે છે. 

આ તમામ કંપનીઓએ એસબીઆઇ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યા પછી પોતાની એફડી પર વ્યાજ દર ઘટાડયા છે. એચડીએફએસી બેંક અગ્રણી ખાનગી બેંક પણ એફડી પર ૬.૪ ટકા વ્યાજ આપી રહી છે. જો કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બેંકો કરતા કંપનીઓની એફડીમાં ૧૫૫ થી ૨૦૦ બેસિસ પોઇન્ટ વધારે રિટર્ન મળતુ હોવાથી રોકાણકારોએ કંપનીઓની એફડીમાં પોતાનું રોકાણ ચાલુ રાખવું જોઇએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I1NsVo
via Latest Gujarati News

Post a Comment

0 Comments