રહસ્યમયી છે આ રણ, રાત્રે પરીઓ દેખાય છે નાચતી, સવારે પગના નિશાન


નવી દિલ્હી, 29 ફેબ્રુઆરી 2020, શનિવાર

દુનિયા રહસ્યમયી જગ્યાઓથી ભરપુર છે. આવી રહસ્યમયી જગ્યાઓ વિશે આજસુધી કોઈ જાણી શક્યું નથી. આવી જ એક જગ્યા છે નામીબનું રણ. દક્ષિણ પશ્ચિમ આફ્રીકાના અટલાંટિક નજીક આવેલું છે આ સ્થળ. અહીં રણ અંદાજે 5 કરોડ 50 લાખ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે આ રણમાં રાત્રે પરીઓ નાચતી દેખાય છે. સવારે રેતીમાં તેના પગના નિશાન પણ જોવા મળે છે. 

આ નિશાન અંગે કેટલાક જાણકાર માને છે કે તે ભગવનના પગના નિશાન છે તો અહીં રહેતા હિમ્બા સમુદાયના લોકોનું માનવું છે કે તેને આત્માઓએ બનાવ્યા હોય છે અને તે તેમના દેવતા મુકુરુના પગના નિશાન છે. ઉલ્લેખનીય છે કે નામીબ રણમાં લાખો ગોળાકાર આકૃતિઓ બનેલી છે. આ નિશાન ક્યાંથી આવ્યા અને કોના છે તે રહસ્ય આજ સુધી અકબંધ છે. 

આ રણ મંગળ ગ્રહની સપાટી જેવું દેખાય છે. તેના ભૂ ભાગ પર રેતીના ઢગલા અને ઊંચા નીંચા પર્વત છે. નામીબ રણ દક્ષિણી અંગોલાથી નામીબિયા થઈ 2000 કિમી દૂર દક્ષિણ આફ્રિકાના ઉત્તરી ભાગ સુધી ફેલાયેલું છે. અહીં કેટલાક ભાગમાં તુટેલા જહાજના અવશેષો પણ પડેલા જોવા મળે છે. કેટલીક જગ્યાએથી વ્હેલ માછલીનું કંકાલ મળી આવેલા છે. સ્થાનિકો માને છે કે આ રણ ભગવાનએ ક્રોધમાં બનાવ્યું છે. અહીં 1486 ઈસ્વીમાં પુર્તગાલના પ્રખ્યાત નાવિક ડિયાગો કાઓ પણ અહીં રોકાયા હતા તેમણે અહીં ક્રોસની સ્થાપના કરી હતી. પરંતુ કઠીન પરિસ્થિતઓના કારણે તે અહીં રહી શક્યા નહીં. તેમણે આ જગ્યાએ રોકાયા બાદ આ સ્થાનને નરકનો દરવાજો નામ આપ્યું.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ci02xs
via Latest Gujarati News

Post a Comment

0 Comments