
હોંગકોંગ,તા.7 ફેબ્રુઆરી 2020 શુક્રવાર
એક તરફ સમગ્ર વિશ્વ ઉર્જાના સંકટ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે હોંગકોંગ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાાનિકોએ વરસાદના પાણીના એક ટીપા વડે ૧૦૦ નાના એલઈડી બલ્બ પ્રજ્વલિત કરી શકે તેવા જનરેટરની શોધ કરી છે.
હોંગકોંગ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાાનિકોએ શોધેલું ઉચ્ચ ક્ષમતાવાળું આ જનરેટર વિદ્યુત ઉર્જાના ઉત્પાદનની દિશામાં નવી ક્રાંતિ લાવી શકશે. આ સંયંત્ર વડે ૧૫ સેમીની ઉંચાઈથી પડતા પાણીના ૧૦૦ માઇક્રોલિટરના એક ટીપા વડે ૧૪૦ વોલ્ટ ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે જેથી તે અન્ય જનરેટરની તુલનામાં અનેક ગણી ઉર્જા ઉત્પન્ન કરવા સક્ષમ છે. અગાઉ વિદ્યુત ઉત્પાદક બંધ અને ઉંચા જળ તરંગ સ્ટેશન દ્વારા જળ ઉર્જા ઉત્પાદિત કરવામાં આવતી હતી પરંતુ તકનીકની અસફળતાને લીધે જળનો પૂર્ણ ઉપયોગ નહોતો કરી શકાતો. આ સંયંત્રમાં ઓછા આવર્તનવાળા ગતિશીલ ઉર્જા ધરાવતા વરસાદી ટીપાનો પરિવર્તનશીલ ઉર્જા તરીકે ઉપયોગ કરવામાં આવશે. પરંપરાગત સંયંત્રમાં ટ્રાઇબોઇલેક્ટ્રિક પ્રભાવ (જ્યારે કોઈ બે પદાર્થ એક બીજાના સંપર્કમાં આવે ત્યારે ઘર્ષણથી ઇલેક્ટ્રોનની લેવડ-દેવડ થાય) દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે.
સામાન્ય રીતે ઇંધણ દ્વારા ઇલેક્ટ્રોડ ઓછી ઉર્જા ઉત્પન્ન કરી શકે છે પરંતુ આ તકનીક વડે વધારે ઉર્જા ઉત્પન્ન કરી શકાશે. આ સંંયંત્રમાં પોલિટેટ્રાફ્લુરોએથિલીન (પીટીએફઈ) ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે જે વધુ સ્થાયી હોય છે. જ્યારે પાણીના ટીપા તેના પર પડશે ત્યારે તે તૃપ્ત થાય ત્યાં સુધી વિદ્યુત ઉત્પન્ન કરશે જ્યારે સામાન્ય સંયંત્રમાં તેની ક્ષમતા ઓછી હોય છે. આ સંયંત્ર વરસાદના ટીપા ઉપરાંત સમુદ્રી જળ વડે પણ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. ઘાટ, દરિયા કિનારો, બોટ, પાણીની બોટલ ઉપરાંત છત્રીના બાહ્ય હિસ્સા પર એકત્રિત પાણી વડે આ સંયંત્રના માધ્યમથી ઉર્જા ઉત્પન્ન કરી શકાશે. આ સંયંત્રમાં બે ઇલેક્ટ્રોડ હશે જેમાંથી એક એલ્યુમિનિયમ અને બીજું પોલિટેટ્રાફ્લુરોએથિલીન (પીટીએફઈ) કોટેડ ઇન્ડિયમ ટીન ઓક્સાઈડથી બનેલું હશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2viDZWk
via Latest Gujarati News
0 Comments