સોનમ, આ તસવીર જોઇને બોલો જોઉં કે શું છે ?

મુંબઇ તા. 8 ફેબ્રુઆરી 2020, શનિવાર

ગયા સપ્તાહે નવી દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં થયેલા ગોળીબાર અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરનારી અભિનેત્રી સોનમ કપૂરને લોકેાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

સોનમે સોશ્યલ મિડિયા પર લખ્યું, આવું કંઇ આ દેશમાં બની શકે એવી તો હું કલ્પના પણ કરી શકતી નથી. હાલની રાજનીતિ વિભાજનકારી પરિબળોને ઉત્તેજન આપી રહી હતી. આ ખતરનાક રાજનીતિને રોકવી જોઇએ. આ લોકો નફરત ફેલાવી રહ્યા છે. તમે હિન્દુ હો તો વિચારો કે કોઇ પણ બાબત ધર્મ કે કર્મ પર આધારિત હોય છે.

એની આ ટ્વીટથી લોકો નારાજ થયા હતા અને કેટલાક લોકોએ સોનમના પિતા પીઢ અભિનેતા અનિલ કપૂરની બદનામ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથેની તસવીર રજૂ કરીને સોનમને પૂછ્યું હતું કે આ તસવીર જોઇને કહો જોઇએ કે તમારા પિતાનો દાઉદ ઇબ્રાહિમ સાથેનો સંબંધ એમના કર્મથી છે કે ધર્મથી છે . એના જવાબમાં સોનમે લખ્યું કે મારા પિતા તો રાજ કપૂર અને કૃષ્ણા કપૂર સાથે મેચ જોવા ગયા હતા. એ લોકો એક બોક્સમાં હતા. (જો કે એ બોક્સમાં દાઉદ ઇબ્રાહિમ ક્યાંથી આવી ગયો એનો ખુલાસો સોનમ પાસે નહોતો. )

સોનમે વધુમાં લખ્યું કે તમને પરમાત્મા માફ કરે. તમે હિંસા ફેલાવી રહ્યા છો. બીજા તરફ આંગળી ઊંચી કરો ત્યારે ત્રણ આંગળી તમારા તરફ પણ તકાઇ જતી હોય છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SoP7ci
via Latest Gujarati News

Post a Comment

0 Comments