કર્ણાટકના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું, 10 નવા પ્રધાનોએ શપથ લીધા

બેંગાલુરુ તા.6 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર

કર્ણાટકમાં યેદીયુરપ્પાના પ્રધાન મંડળનું વિસ્તરણ કરાયું હતું અને આજે ગુરૂવારે સવારે દસ પ્રધાનોએ હોદ્દાના સોગંદ લીધા હતા.

જો કે આજના વિસ્તરણમાં સી પી યોગેશ્વરનો સમાવેશ થયો નહોતો. ખુદ યેદીયુરપ્પાએ ભાજપના મોવડી મંડળને યોગેશ્વરના નામની ભલામણ કરી હતી. આજે જેમને પ્રધાનપદ અપાયાં એમાંના મોટા ભાગના પાટલી બદલુ છે.

જેડીયુ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કર્ણાટક પ્રધાન મંડળના વિસ્તરણની વાતો સંભળાતી હતી પરંતુ એક યા બીજા કારણે એ વાતનો અમલ થતો નહોતો.

મુખ્ય પ્રધાન બી એસ યેદીયુરપ્પાએ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ જોડે આ મુદ્દે વિગતવાર ચર્ચા પણ કરી હતી. 

એ સમયે એેવી જાહેરાત કરવામાં આવી હતી કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસમાં યોજાએલી બેઠકમાં હાજરી આપીને યેદીયુરપ્પા પાછાં ફરે ત્યારે કેબિનેટનું વિસ્તરણ કરાશે. વાસ્તવમાં દાવોસ જવા પહેલાં યેદીયુરપ્પાએ વિસ્તરણની જાહેરાત કરી દીધી હતી. ત્યારથી પ્રધાનપદના વાંચ્છુકોએ પોતપોતાનું લોબિંગ શરૂ કરી દીધું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OwcIGJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments