વોશિંગ્ટન, તા. 6 જાન્યુઆરી 2020, ગુરૂવાર
અમેરિકી પ્રમુખ તેમની સામે રજૂ કરાયેલા ઈમ્પીચમેન્ટ ઠરાવમાં માત્ર ચાર મતોના ફરકથી ઊગરી ગયા હતા. તેમના પર સત્તાનો દુરુપયોગ અને સેનેટની કાર્યવાહી અટકાવવાના પ્રયાસોના આક્ષેપ હતા.
કોણ લાવ્યો મહાભિયોગનો પ્રસ્તાવ
18 ડિસેમ્બરે નીચલા ગૃહ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં સત્તાનો દુરઉપોયગ કરવાના આરોપમાં ટ્રમ્પને 52-48 અને કોંગ્રેસના કામમાં અડચણ ઊભી કરવાના આરોપમાં 53-47 મત મળ્યા હતા. સેનેટમાં રિપ્બલિકન્સ(ટ્રમ્પની પાર્ટી)ની બહુમતી છે.
ત્રણ સદીમાં 3 રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ
અમેરિકાના 243 વર્ષોના ઈતિહાસમાં ત્રણ વખત કોઈ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની કાર્યવાહી થઈ હતી. 19મી સદીમાં એડ્રયૂ જોનસન, 20મી સદીમાં બિલ ક્લિન્ટન અને 21મી સદીમાં ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી થઈ હતી. જોકે, ટ્રમ્પ પહેલાના બંને પૂર્વ રાષ્ટ્રપતિઓ પર તેમના બીજા કાર્યકાળમાં મહાભિયોગ ચલાવાયો હતો, જ્યારે ટ્રમ્પ પર તેમના પહેલા જ કાર્યકાળમાં મહાભિયોગ ચલાવાયો છે.

ત્રણેય રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ શા માટે ચલાવાયો
- 17માં રાષ્ટ્રપતિ ડેમોક્રેટિક પાર્ટીના જોનસન વિરુદ્ધ ગુનો અને દુરાચારના આરોપોમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થયો હતો. સેનેટમાં જોનસનના પક્ષમાં મતદાન થયું હતું અને તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી હટવાથી બચ્યા હતા. આવી જ રીતે 42માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને જ્યુરી સામે ખોટા સાક્ષી બનવા અને ન્યાય આપવામાં અડચણ ઊભી કરવાના કેસમાં મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો.
- 1974માં રાષ્ટ્રપતિ નિક્સન પર તેમના એક વિરોધીની જાસૂસી કરવાનો આરોપ લગાવાયો હતો. પરંતુ મહાભિયોગ પહેલા જ તેમને રાજીનામું આપી દીધું હતું. કારણ કે તેમને ખબર હતી કે સેનેટમાં કેસ જશે તો રાજીનામું આપવું પડશે.
- ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમની સત્તાનો દૂરઉપયોગ કરવા અને કોંગ્રેસ (અમેરિકન સંસદ)ના કામમાં અડચણ ઊભી કરવાનો આરોપ હતો. ટ્રમ્પ પર આરોપ હતો કે તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સ્કી પર 2020માં ડેમોક્રેટિક પાર્ટીના સંભવીત ઉમેદવાર જો બિડેન અને તેમના દીકરા વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ માટે દબાણ કર્યું હતું.

બિડેનના દીકરા યૂક્રેનની એક ઉર્જા કંપનીમાં ઓફિસર છે. એવો પણ આરોપ હતો કે ટ્રમ્પે તેમના રાજકીય લાભ માટે યૂક્રેનને મળનારી આર્થિક મદદને અટકાવી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/383rpJh
via Latest Gujarati News
0 Comments