
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર
રિટેલ ફુગાવા પછી જથૃથાબંધ ફુગાવો પણ વધીને આવ્યો છે. જાન્યુઆરી, 2020માં જથૃથાબંધ ભાવાંક આધારિત ફુગાવો 3.1 ટકા રહ્યો છે. ડુંગળી અને બટાકાના ભાવ વધવાના કારણે જથૃથાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર, 2019માં જથૃથાબંધ ભાવાંક આધારિત ફુગાવો 2.59 ટકા હતો.
હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ(ડબ્લ્યુપીઆઇ) આધારિત આ ફુગાવો જાન્યુઆરી, 2019માં 2.76 ટકા હતો. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, 2020માં ખાદ્યાન્ન ફુગાવો 11.51 ટકા હતો. જ્યારે બિન ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 7.8 ટકા નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2019માં ખાદ્યાન્ન ફુગાવો 2.41 ટકા જ્યારે બિન ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 2.32 ટકા હતો. જાન્યુઆરી, 2020માં શાકભાજીના ભાવમાં 52.72 ટકાનો વધારો થયો છે. ડુંગળીના ભાવમાં 293 ટકાનો વધારો થયો હતો. જ્યારે બટાકાના ભાવમાં 37.34 ટકાનો વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ રિટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. જાન્યુઆરી, 2020માં રિટેલ ફુગાવો વધીને 7.59 ટકા રહ્યો છે. જે 6 વર્ષની ઉચ્ચ સપાટી છે.
આરબીઆઇ ગયા સપ્તાહમાં જારી કરેલી નાણાકીય નીતિની સમીક્ષામાં વ્યાજ દરમાં કોઇ ઘટાડો કર્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સતત વધી રહેલા ફુગાવાને કારણે જ આરબીઆઇએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો ન હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SMmrKA
via Latest Gujarati News
0 Comments