બ્રહ્માંડમાં 50 કરોડ કિલોમીટર દૂરથી આવતા રહસ્યમ સિગ્નલ શેના છે? : સંશોધકો મૂંઝાયા!


વૉશિંગ્ટન, તા. 13 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર

બ્રહ્માંડમાં 50 કરોડ કિલોમીટર દૂરથી આવી રહેલા સિગ્નલો સંશોધકો માટે કોયડો બન્યાં છે. કેમ કે આ સિગ્નલ દર 16.35 દિવસે રિપિટ થાય છે. સિગ્નલો રેડિયો તરંગો પ્રકારના છે. રેડિયો તરંગો સંશોધકો માટે નવા નથી. પરંતુ આ તરંગો નવાઈપ્રેરક સાબિત થઈ રહ્યા છે. કેમ કે તેઓ નિયમિત સમયના અંતરે પ્રસારિત થઈ રહ્યા છે.

સામાન્ય રીતે બ્રહ્માંડમાં વિસ્ફોટ થતાં હોય અને તેમાંથી રેડિયો તંરગો નીકળતા હોય છે. વિસ્ફોટ વખતે પેદા થતા તરંગો એક સાથે રવાના થઈ ચોક્કસ સમયમાં પૃથ્વી સુધી પહોંચી જતા હોય છે.

એટલે એ તરંગો રિપિટ થાય એવુ શક્ય નથી. બહુ બહુ તો એક વખતના વિસ્ફોટમાંથી પેદા થયેલા સિગ્નલ 12 દિવસ સુધી આવતા જોવા મળે છે. પરંતુ આ સિગ્નલ એક વખત આવ્યા પછી પરીથી 16મા દિવસે આવે છે.

સંશોધકોએ આ સિગ્નલો સપ્ટેમ્બર 2018થી ઓક્ટોબર 2019 સુધી નોંધ્યા છે. તે શેના છે, એ વિશે કોઈ ફોડ પાડી શક્યા નથી. જોકે સંશોધકોએ એ વાત પણ સ્પષ્ટ કરી છે કે આ સિગ્નલ એલિયન કે અન્ય ગ્રહોના રહેવાસીઓ દ્વારા મોકલાતા હોય એવી શક્યતા નથી.

કેમ કે જે પ્રકારના શક્તિશાળી તરંગો છે, એ કોઈ મનુષ્ય કે અન્ય સજીવોથી પેદા ન થઈ શકે. એના માટે અનેકગણી તાકાત જોઈએ. તરંગોની રહસ્યમ પ્રકૃતિ જોતાં દુનિયાભરના ખગોળ સંશોધકો તેના થડ-મૂળની શોધમાં લાગ્યા છે. બ્રહ્માંડના બહુ થોડા રહસ્યો મનુષ્યો દ્વારા ઉકેલી શકાયા છે. માટે દર થોડા સમયે કોઈને કોઈ નવું સરપ્રાઈઝ આવતું રહે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P7PJCv
via Latest Gujarati News

Post a Comment

0 Comments