નવી દિલ્હી, તા.6 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
લોકસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતી વખતે પીએમ મોદી ફુલ ફોર્મમાં નજરે પડ્યા હતા.
લોકસભામાં પીએમ મોદીએ કરેલા લાંબા સંબોધનમાં 35મી મિનિટે રાહુલ ગાંધીનો ઉલ્લેખ થયો હતો. પીએમ મોદીએ રાહુલ ગાંધીનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે, મારા માટે કહેવામાં આવ્યુ છે કે, છ મહિનામાં લોકો મને ડંડાથી મારશે એટલે મેં પણ નક્કી કર્યુ છે કે, છ મહિનામાં સૂર્યનમસ્કાર કરીને મારી પીઠ મજબૂત બનાવીશ એટલે મને ડંડાની કોઈ અસર ના થાય.
એ પછી સંસદમાં હંગામો શરુ થયો હતો.પીએમ મોદીએ આગળ કહ્યુ હતુ કે, 20 વર્ષથી હું ગંદી ગાળો સાંભળી રહ્યો છે અને એટલે મેં મારી જાતને ગાળોથી પ્રૂફ કરી લીધી છે. હું આભારી છું કે મને છ મહિનાનો સમય અપાયો છે.
મોદીએ રાહુલ ગાંધી પર ટોણો એટલા માટે માર્યો હતો કે, ગઈકાલે રાહુલ ગાંધીએ એક ભાષણમાં કહ્યુ હતુ કે, દેશમાં બેરોજગાર યુવાઓની સંખ્યા વધી રહી છે અને આ જ સ્થિતિ ચાલુ રહી તો યુવાઓ પીએમ મોદીને ડંડા મારશે. જેનો જવાબ મોદીએ આજે લોકસભામાં કટાક્ષ કરીને આપ્યો હતો.
Prime Minister Narendra Modi after Rahul Gandhi makes an intervention in his speech in Lok Sabha: I was speaking for the last 30-40 minutes but it took this long for the current to reach there. Many tubelights are like this. https://t.co/ciMYJwYxwl pic.twitter.com/9E3qmd7ZvS
— ANI (@ANI) February 6, 2020
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UuX3LW
via Latest Gujarati News
0 Comments