નવી દિલ્હી, તા. 06 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
સંસદના બજેટ સત્રમાં PM મોદી બોલવા ઉભા થયા તો વિપક્ષ તરફથી હોબાળો શરૂ થઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો, આ જવાબની શરૂઆત કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી અને પીએમ મોદી વચ્ચે બહેસ થઇ. પીએમ મોદીએ કહ્યું કે, તમારા માટે ગાંધીજી ટ્રેલર છે અમારા માટે જિંદગી છે.
- જો અમે કોંગ્રેસના રસ્તે જૂની ઢબ પ્રમાણે ચાલ્યા હોત તો કલમ 370 મુદ્દે નિર્ણય ન લેવાયો હોત. જે મામલાઓ દાયકાઓથી લટકેલા પડ્યા છે તે ઉકેલાયા ન હોત.
- અમારી સરકાર લીકથી હટીને કામ કરી રહી છે. અમે બહુ તેજ ગતિથી વિકાસના કાર્યો પૂર્ણ કરી રહ્યા છીએ. હવે કામની સ્પીડ અને સ્કીલ પણ વધી છે.
- કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. તેમણે કહ્યું કે જો તમારા વિચારો પર ચાલ્યા હોત તો કલમ 370 દૂર ન થઇ હોત.
- ટ્રિપલ તલાકને રદ્દ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો કોંગ્રેસના રસ્તે અમે ચાલ્યા હોત તો મુસ્લિમ મહિલાઓ પર હજુ પણ ટ્રિપલ તલાકની તલવાર લટકતી હોત.
- વડાપ્રધાને લોકસભામાં રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો. જો અમે જૂની ઢબ પર ચાલ્યા હોત તો રામ મંદિરનો દાયકાઓ જૂનો મામલો ન ઉકેલાયો હોત.
- પીએમે શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મુદ્દે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પહેલા પણ પ્રયોગો થતા હતા. આજે પણ પ્રયોગો થઇ રહ્યા છે.
- વડાપ્રધાને બોડો ઉગ્રવાદીઓ સાથે થયેલી સમજૂતીના બહાને પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પહેલા ફક્ત કાગળ પર જ સમજૂતી થતી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S134yc
via Latest Gujarati News
0 Comments