નવી દિલ્હી, તા. 06 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
સંસદના બજેટ સત્રમાં PM મોદી બોલવા ઉભા થયા તો વિપક્ષ તરફથી હોબાળો શરૂ થઈ ગયો.
કવિતાથી કરી શરૂઆત
પીએમ મોદીએ કવિતાથી પોતાના સંબોધનનો પ્રાંરભ કરતા જણાવ્યું કે લોકોએ સરકાર બદલી છે. હવે સરોકાર બદલવાનો ઇરાદો છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે જો અમે કોંગ્રેસના રસ્તે જૂની ઢબ પ્રમાણે ચાલ્યા હોત તો કલમ 370 મુદ્દે નિર્ણય ન લેવાયો હોત. જે મામલાઓ દાયકાઓથી લટકેલા પડ્યા છે તે ઉકેલાયા ન હોત.
અમારી સરકાર લીકથી હટીને કામ કરે છે
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર લીકથી હટીને કામ કરી રહી છે. અમે બહુ તેજ ગતિથી વિકાસના કાર્યો પૂર્ણ કરી રહ્યા છીએ. હવે કામની સ્પીડ પણ વધી છે અને સ્કીલ પણ.
કલમ 370 હટાવવાનો નિર્ણય ઐતિહાસિક
પીએમ મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો. તેમણે કહ્યું કે જો તમારા વિચારો પર ચાલ્યા હોત તો કલમ 370 દૂર ન થઇ હોત.
ટ્રીપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો
પીએમ મોદીએ ટ્રિપલ તલાકને રદ્દ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો કોંગ્રેસના રસ્તે અમે ચાલ્યા હોત તો મુસ્લિમ મહિલાઓ પર હજુ પણ ટ્રિપલ તલાકની તલવાર લટકતી હોત.
રામ મંદિર પર વિશે શું કહ્યું ?
વડાપ્રધાને લોકસભામાં રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે જો અમે જૂની ઢબ પર ચાલ્યા હોત તો રામ મંદિરનો દાયકાઓ જૂનો મામલો ન ઉકેલાયો હોત.
શાહીનબાગ પર કહ્યું આજે પણ પ્રયોગો થઈ રહ્યા છે
પીએમે શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મુદ્દે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પહેલા પણ પ્રયોગો થતા હતા. આજે પણ પ્રયોગો થઇ રહ્યા છે.
બોડો ઉગ્રવાદી મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વડાપ્રધાને બોડો ઉગ્રવાદીઓ સાથે થયેલી સમજૂતિના બહાને પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પહેલા ફક્ત કાગળ પર જ સમજૂતિ થતી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર યોજાયેલી ચર્ચાનો જવાબ આપ્યો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. સાથે જ ભાજપ સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયો જણાવ્યા. તેમજ સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2S134yc
via Latest Gujarati News
0 Comments