નવી દિલ્હી, તા. 06 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ રેપો રેટમાં ઘટાડો કર્યો નથી. આ સતત બીજી નાણાકીય સમીક્ષા બેઠક છે જ્યારે RBIએ રેપો રેટને સ્થિર રાખ્યો છે. એવામાં હવે લોનના વ્યાજ દર અને તમારી ઈએમઆઈ ઓછી હોવાની આશા ઓછી છે.
અગાઉ ડિસેમ્બરમાં પણ કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં કોઈ પરિવર્તન કર્યુ નહોતુ. 2019ની શરૂઆતની નાણાકીય સમીક્ષા બેઠકમાં સતત 5 વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
વર્તમાનમાં રેપો રેટ 5.15 ટકા પર સ્થિર છે. આ સિવાય રિવર્સ રેપો રેટ પણ 4.90 ટકા પર અકબંધ છે. રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર 4 ટકા અને SLR 18.5 ટકા પર રાખ્યુ છે. RBIનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ 2020-21માં GDP ગ્રોથ 6 ટકા રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b8Y2qO
via Latest Gujarati News
0 Comments