જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર આતંકીઓ ટ્રક લઇ ઘુસ્યા, ત્રણ ઠાર


શ્રીનગર, તા. 31 જાન્યુઆરી, 2020, શુક્રવાર

જમ્મુ કાશ્મીરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા એક ઓપરેશનમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે ઉપર આવેલા એક ટોલ પ્લાઝા પર આ આતંકીઓ અને સૈન્ય વચ્ચે સામસામે ગોળીબાર શરૂ થયો હતો. એક ટ્રકમાં આ આતંકીઓ આવ્યા હતા અને ઘાટીમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા,

જે દરમિયાન સૃથાનિકો સાથે વિવાદ થયો હતો અને સમગ્ર મામલો બહાર આવતા ખ્યાલ આવ્યો કે તેઓ આતંકીઓ છે. જોકે બાદમાં સૈન્ય ઓપરેશનમાં ત્રણેયને ઠાર મારવામાં આવ્યા હતા.  પોલીસને એવી શંકા છે કે આ આતંકીઓ કઠુઆ થઇને પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હશે, 

કઠુઆથી તેઓ બાદમાં ટ્રક જેવા વાહનોની મદદથી કાશ્મીર સુધી પહોંચ્યા હતા પણ ટોલ પ્લાઝા પાસે પકડાઇ ગયા હતા. સૃથળ પર એક આતંકી માર્યો ગયો હતો જ્યારે અન્ય બે આતંકીઓ જંગલમાં ભાગી ગયા હતા. જ્યાં બાદમાં આ આતંકીઓને ડ્રોનની મદદથી શોધી કાઢવામાં આવ્યા હતા અને તેને પણ ઠાર મારવામાં આવ્યા હતા. 

આ ઓપરેશનને પાર પાડવા માટે જમ્મુ શ્રીનગર હાઇવેને બંધ કરી દેવાયો હતો, જંગલની આસપાસના રહેણાંકી વિસ્તારોને બંધ કરી દેવાયા હતા. બાદમાં સ્નિફર ડોગ, ડ્રોન્સ, હેલિકોપ્ટરની મદદથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, એક આતંકી સૃથળ પર જ ઠાર મરાયો હતો જ્યારે બીજા બે આતંકીઓને જંગલમાંથી શોધી કાઢી ઠાર મારવામાં આવ્યા હતા.

આતંકીઓ પાકિસ્તાની સંગઠન જૈશ-એ-મોહમ્મદ (જેઇએમ) સાથે સંકળાયેલા હતા અને કઠુઆથી ઘુસ્યા હોવાની શક્યતાઓ છે. આતંકીઓનું આયોજન મોટા હુમલા કરવાનું હતું. પોલીસ અને સૈન્યના આ અભિયાનમાં આતંકીઓ પાસેથી એક સ્નાઇપર રાઇફલ, મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી સાથે જ છ જેટલા મોટા હિથયારો મળી આવ્યા છે.

આસપાસની સ્કૂલ કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. જ્યારે ટ્રકનો ડ્રાઇવર અને કન્ડક્ટર બન્નેની ધરપકડ કરવામાં આવી છે. આતંકીઓએ ટ્રક ડ્રાઇવર અને કન્ડક્ટરને મારી નાખવાની ધમકી આપી હતી કે અન્ય કોઇ રીતે ફસાવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31elePM
via Latest Gujarati News

Post a Comment

0 Comments