કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને લોકોએ બંધક બનાવ્યા, વોટ માટે પૈસા વહેંચવાનો લગાવ્યો આરોપ

દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2020, શનિવાર

દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યુ છે. રિઠાલા વિધાનસભા ક્ષેત્રમા બુધ વિહાર વિસ્તારમા એક દુકાનની અંદર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને બંધક બનાવી દેવામાં આવ્યા હતા. 

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને એક જ્વેલરી શોપમા પૂરી દેવામા આવ્યા. જો કે બહાર ઉભેલા લોકોએ આરોપ લગાવ્યો કે, મંત્રી વોટ માટે રૂપિયા આપવા આવ્યા હતા. 

મતદાન પહેલા જ આ સીટ પર હાઈ વોલ્ટેજ ડ્રામા ઘણા સમય સુધી ચાલુ રહ્યો. કેન્દ્રીય મંત્રીને પૂરી દેવાની વાત થોડા જ સમયમા સોશ્યલ મીડિયામાં સામે આવી. ત્યારબાદ દુકાનની બહાર લોકોનું ટોળું એકઠું થઈ ગયુ અને ગિરિરાજ સિંહનુ બહુ અપમાન પણ કર્યુ.



આ સમગ્ર ઘટનાની માહિતી જ્યારે પોલીસને મળી ત્યારે તરત જ તે જ્વેલરી શોપ આવી પહોંચી ગઈ. 

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સંસદ સંજય સિંહએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર લોકોને પૈસા આપવાનો આરોપ લગાવ્યો છે. સંજય સિંહએ આ બાબતનો વીડિયો શેર કરીને ટ્વીટ પણ કરી છે.

આ બાબતે તે વિસ્તારના DCPએ જણાવ્યુ કે, ગિરિરાજ સિંહ પોતાના PSOની સાથે કોઈ અંગત કાર્ય માટે એક જ્વેલરી શોપના વેપારીને મળવા આવ્યા હતા. 

ત્યાર બાદ સાંજે 6:45એ ગિરિરાજ સિંહના PSOએ જ પીસીઆરથી કોલ કરીને ફરીયાદ કરી હતી કે, આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દુકાનની બહાર એકઠા થઈને હોબાળો કરી રહ્યા છે. ત્યાર પછી અમે ઘટના સ્થળે પહોંચીને ગિરિરાજ સિંહને ત્યાંથી બહાર કાઢ્યા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SritXz
via Latest Gujarati News

Post a Comment

0 Comments