નિર્ભયા કેસ: પટિયાલા હાઉસ કોર્ટનો નિર્ભયાના દોષીઓ વિરૂદ્ધ ડેથ વોરન્ટ જારી કરવાનો ઈનકાર

નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2020 શનિવાર

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના દોષીઓ વિરૂદ્ધ ડેથ વોરન્ટ જારી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે આ સંબંધિત દાખલ અરજી ફગાવતા કહ્યુ કે જો કાયદો દોષીઓને જીવવાની પરવાનગી આપતો હોત તો તેમને ફાંસી પર ચઢાવવા પાપ ગણાય. 

દિલ્હી સરકાર તરફથી કોર્ટે અરજી દાખલ કરીને દોષીઓ વિરૂદ્ધ ડેથ વોરન્ટ જારી કરવાની માગ કરી હતી. જેથી નિર્ભયાના ગુનેગારોને જલ્દી ફાંસી મળી શકે. 

કોર્ટમાં સુનાવણી દરમિયાન પણ દિલ્હી સરકાર તરફથી રજૂ વકીલે પોતાની દલીલમાં કહ્યુ કે હવે કોઈ પણ દોષીની કોઈ પણ અરજી કોઈ પણ કોર્ટમાં પેન્ડિંગનથી, કોર્ટ નવો ડેથ વોરન્ટ જારી કરવા માટે સ્વતંત્ર છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37fbSoE
via Latest Gujarati News

Post a Comment

0 Comments