મુંબઈ: લઘુમતી વસતીવાળા નાગપાડામાં CAA વિરોધી દેખાવો કરતી 300 મહિલાઓ સામે FIR

મુંબઇ તા.8 ફેબ્રુઆરી 2020 શનિવાર

મુંબઇના મુસ્લિમ બહુમતી વિસ્તાર નાગપાડામાં નાગરિકતા અંગેના નવા કાયદાની વિરુદ્ધ દેખાવો કરી રહેલી 300 મુસ્લિમ મહિલાઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

મુંબઇ મ્યુનિસપાલિટીએ કરેલી ફરિયાદના આધારે મુંબઇ પોલીસે આ એફઆઇઆર નોંધી હતી. મ્યુનિસિપાલિટીએ કહ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી મહિલાઓએ જે સ્થળે અડ્ડો જમાવ્યો છે ત્યાં સડકનું કામ કરવાનું છે. આ લોકો જગ્યા ખાલી કરે તો અમે સડકનું કામ કરી શકીએ.

શુક્રવારે સાંજે છ વાગ્યે મુંબઇ પોલીસે એફઆઇઆર નોંધી હતી. બીએમસી એક્ટની 314 અને ક્રીમીનલ પ્રોસિજર કો઼ડની 341મી કલમ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. 26મી જાન્યુઆરીની મધરાતથી અહીં મહિલાઓ દેખાવો કરી રહી હતી.

આ સ્થળે દેખાવો કરવાની પરવાનગી તેમને આપવામાં આવી નહોતી. આમ છતાં આ મહિલાઓ અહીં શાહીન બાગની જેમ ગેરકાયદે અડ્ડો જમાવીને બેસી ગઇ હતી.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39toH07
via Latest Gujarati News

Post a Comment

0 Comments