નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી 2020 શનિવાર
દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા સાઈટ ફેસબુકના ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર એકાઉન્ટના હેક હોવાની જાણ છે. OurMine હેકિંગ ગ્રૂપે આને હેક કર્યુ છે. જોકે હવે તમામ એકાઉન્ટને રી-સ્ટોર કરી દેવાયા છે.
અવરમાઈન ગ્રૂપ અગાઉ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને ટ્વીટરના સીઈઓ જેક ડૉર્સીનું એકાઉન્ટ હેક કરી ચૂક્યુ છે. આ ગ્રૂપે આ વર્ષે જાન્યુઆરીમાં યુએસ નેશનલ ફૂટબૉલ લીક ટીમનું એકાઉન્ટ હેક કરી દીધુ હતુ.

અવરમાઈને ફેસબુકના ટ્વીટર એકાઉન્ટને હેક કરીને પોસ્ટ કર્યુ હાય, અમે લોકો અવરમાઈન છીએ. વેલ ફેસબુકને પણ હેક કરી શકાય છે પરંતુ આની સિક્યોરિટી ટ્વીટર કરતા મજબૂત છે. પોતાના એકાઉન્ટની સિક્યોરિટી વધારવા માટે અમારો સંપર્ક કરો. contact@ourmine.org સિક્યોરિટી સર્વિસ માટે contact@ourmine.org પર વિઝિટ કરો.

ફેસબુકે હેકિંગની પુષ્ટિ કરતા કહ્યુ કોર્પોરેટ સોશ્યલ એકાઉન્ટને હેક કરી દેવાયુ હતુ જેને હવે રી-સ્ટોર કરી દેવાયુ છે ત્યાં ટ્વીટરે પણ ફેસબુક એકાઉન્ટના હેક હોવાની પુષ્ટિ કરી દીધી છે. ટ્વીટરે કહ્યુ છે કે હેકિંગની જાણકારી મળતા જ એકાઉન્ટને લૉક કરી દેવાયુ છે.
#Facebook's official #Twitter account has been hacked. @Facebook @TwitterSafety @TwitterSupport @Twitter pic.twitter.com/6JWcpTWaSM
— César (@cesarsru) February 7, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OEoVJL
via Latest Gujarati News
0 Comments