કોરોના વાઈરસની ભીષણતા ઘટાડવા ચીન આત્યંતિક પગલાં લે છે

બીજિંગ તા. 8 ફેબ્રુઆરી 2020 શનિવાર

કોરોના વાઇરસની ભીષણતા ઘટાડવા અને એને ડામવા ચીન રોજ નવાં નવાં કડક પગલાં લઇ રહ્યું છે, ઘેર ઘેર જઇને ચેપગ્રસ્ત લોકોની તલાશ કરવા ઉપરાંત ચેપગ્રસ્ત લોકોને ક્વોરંન્ટાઇન વિસ્તારમાં ખસેડવા જેવા પગલાં લેવાઇ રહ્યાં હતાં.

આશરે એક કરોડ દસ લાખની વસતિ ધરાવતા વુહાનમાં લોકો નાસભાગ કરી રહ્યા હતા અને ચીન પરિસ્થિતિને કાબુમાં રાખવા મરણિયા પગલાં લઇ રહ્યું હતું એવો અહેવાલ અમેરિકાના આગેવાન દૈનિક ન્યૂયોર્ક ટાઇમ્સે પ્રગટ કર્યો હતો.

કુલ વસતિના સરેરાશ 4.1 ટકા લોકો રોજ મૃત્યુ પામે છે એવું પણ આ અહેવાલમાં જણાવાયું હતું. ચેપગ્રસ્ત લોકોને એવા સ્થળે ક્વોરંટાઇન શિબિરોમાં ખસેડાઇ રહ્યા છે જ્યાં પૂરતી તબીબી સગવડો નથી.

લોકોમાં ભયનું પ્રમાણ વધી રહ્યું હતું અને ક્વોરંટાઇન શિબિરોમાં લોકો એવું માનતા થઇ ગયા હતા કે હવે અમારું કોઇ નથી. અમે રિબાઇ રિબાઇને મરી જવાના છીએ.

એવી પણ માન્યતા ફેલાઇ રહી હતી કે ચીન પોતાના અન્ય પ્રાંતો અને લોકોને ઊગારી લેવા વુહાન અને એની પડોશના હુબઇ વિસ્તારને હોળીનું નારિયેળ બનાવીને મરવા માટે રઝળતાં મૂકી દેશે.

શાસક પક્ષના નેતાઓ મનોમન સમજી ચૂક્યા હતા કે હવે અમે આ ચેપ અને એની વિનાશક અસરને ડામવામાં નિષ્ફળ ગયા છીએ.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vf9dhc
via Latest Gujarati News

Post a Comment

0 Comments