
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 ફેબ્રુઆરી 2020, શનિવાર
બેડમિન્ટન પ્લેયર સાયના નહેવાલની બાયોપિક પર કામ ચાલી રહ્યું છે, ત્યારે હવે ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની બાયોપિકની અપડેટ આવી છે.
રિપોર્ટસની માનીએ તો, સાનિયા પોતાની જીવનકથની રૂપેરી પડદે દાખવવા ઉત્સુક છે અને બાયોપિક માટે વાતચીત ચાલી રહી છે. ગયા વરસે જ સમાચાર હતા કે, સાનિયાએ મુંબઇ આવીને પોતાની બાયોપિક માટે નિર્માતા રોની સ્ક્રુવાલા સાથે એક કરાર સાઇન કર્યો છે. આ ફિલ્મ હજી શરૂઆતના તબક્કામાં છે. ફિલ્મના મુખ્ય પાત્રોની શોધ હજી બાકી છે.
જોકે પહેલા સાનિયાએ પોતાના પાત્ર માટે પરિણિતિ ચોપરાને યોગ્ય ગણાવી હતી. પરંતુ હજી સુધી કોઇના નામની ઘોષણ ાકરવામાં આવી નથી.
સાનિયાએ ૨૦૧૮માં પુત્રને જન્મ આપ્યો છે, અને હાલ માતા બન્યાનું પરમ સુખ માણી રહી છે.
સાનિયાએ કહ્યુ હતુ કે, હું મારી જ શરતો પર જીવન જીવી છું. મારી ફિલ્મ ચોક્કસ દર્શકોને પ્રેરિત કરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HpFjJR
via Latest Gujarati News
0 Comments