પૂજા ચોપરા ડિજીટલ પ્લેટફોર્મ પર વેબ સીરીઝથી ડેબ્યુ કરશે


(પ્રતિનિધિ દ્વારા)        મુંબઇ,તા. 15 ફેબ્રુઆરી 2020, શનિવાર

૨૦૦૯ની મિસ વર્લ્ડની સ્પર્ધામાં પૂજા ચોપરા સેમી ફાઇનલિસ્ટ રહી હતી. આ પછી  તેણે દક્ષિણની ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. બોલીવૂડમાં મુખ્ય રોલ ભજવતા પહેલા પૂજાએ મધુર ભંડારકરની ' ફેશન અને હિરોઇન'માં નાનકડા રોલ કર્યા હતા.  બોલીવૂડમાં પૂજાની પ્રથમ ફિલ્મ 'કમાન્ડો' હતી, જે એક એકશન પેક્ડ ફિલ્મ હતી.પૂજાએ આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ સાથે કામ કર્યુ ંહતું જે એક એકશન દ્રશ્યોથી ભરપુર ફિલ્મ હતી. હવે પૂજા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહી છે. 

'' વિશાલ પંડયાની વેબ સીરીઝ 'પોઇઝન ટુ'નું શૂટિંગ શરૂ કરી દીધું છે, તેમ પૂજાએ જણાવ્યુ ંહતું. 

આ સાથે વિશાલે કહ્યુ હતુ કે, '' પૂજા જે રીતે આ વેબ સીરીઝનું શૂટિંગ કરી રહી છે, તે જોતા  અન્ય અભિનેત્રી આ પાત્રને યોગ્ય ન્યાય આપી શકત નહીં. તે એક મજબૂત અને સેન્સીટિવ લેડી છે. આ વેબ સીરીઝમાં આફતાબ શિવદાસાની અને રાઇ લક્ષ્મી કામ કરી રહ્યા છે. 

છેલ્લે પૂજા ''ઐયારી' ફિલ્મમા  જોવા મળી હતી. જેમાં તેણે કેપ્ટન માયા સેમબાલની ભૂમિકા ભજવી હતી. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vAC7bW
via Latest Gujarati News

Post a Comment

0 Comments