
ડિપ્લોમેટ્સ-નીતિ ઘડનારા તથા કંપનીના એક્ઝિક્યુટિવ્સની ઈચ્છા મુજબ વિવાદાસ્પદ વિસ્તારોની હદો બદલાતી હોવાનો દાવો
(પીટીઆઈ) વોશિંગ્ટન, તા.15 ફેબ્રુઆરી, 2020, શનિવાર
ગૂગલ મેપ પર વિશ્વની સરહદોને ફરીથી રેખાંતિ કરવામાં આવી છે અને યુઝર આ મેપને ક્યાંથી જૂએ છે તેના આધારે દેશોની સરહદોને અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે.
લોકપ્રિય સર્ચ એન્જિને આ કાર્યવાહીમાં કાશ્મીરની સરહદોને ડોટેડ લાઈન તરીકે 'વિવાદાસ્પદ' વિસ્તાર હોવાનું દર્શાવતાં વિવાદ સર્જાયો છે. ગૂગલ મેપ પર વિદેશમાંથી ભારતનો નકશો જોતાં કાશ્મીરની સરહદોને ડોટેડ લાઈન તરીકે દર્શાવવામાં આવી હોવાનો એક અગ્રણી અમેરિકન દૈનિકે દાવો કર્યો છે.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ ગૂગલના ઓનલાઈન નકશામાં સંપૂર્ણ કાશ્મીરને ભારતના નિયંત્રણ હેઠળ દર્શાવવામાં આવ્યું છે. જોકે, વિદેશમાંથી જોતાં કાશ્મીરની સરહદોને ડોટેડ લાઈન તરીકે વિવાદાસ્પદ વિસ્તાર તરીકે દર્શાવવામાં આવી છે. પાકિસ્તાનમાંથી કાશ્મીરને વિવાદાસ્પદ વિસ્તાર તરીકે દર્શાવાયો છે જ્યારે ભારતમાંથી તેને ભારતના ભાગરૂપ દર્શાવાયો હોવાનો વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવાયું હતું.
વધુમાં આ અહેવાલ મુજબ ગૂગલ મેપ તમે કયા દેશમાંથી સર્ચ કરો છો તેના આધારે વિવાદાસ્પદ સરહદો દર્શાવે છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અંગે પ્રતિસાદ આપતાં કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, 'ગૂગલ વિવાદાસ્પદ વિસ્તારોને દર્શાવવા માટે વૈશ્વિક નીતિને અનુસરે છે.
કંપની તેના વૈશ્વિક ડોમેન પર વિવાદાસ્પદ આૃથવા દાવો કરનારા રાષ્ટ્રોના દાવાઓના આધારે જે-તે સરહદો દર્શાવે છે. કંપની કોઈપણ પક્ષની તરફેણ કરતી નથી કે તેમના દાવાને સમર્થન આપતી નથી. ગૂગલ મેપ જેવા કંપનીના ઉત્પાદનો લોકલ ડોમેનમાં લોકલાઈઝડ કરાયેલા છે અને સૃથાનિક કાયદાઓનો અમલ કરતાં કંપની જે-તે દેશની સિૃથતિ દર્શાવે છે.'
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ આર્જેન્ટિનાથી યુનાઈટેડ કિંગ્ડમથી લઈને ઈરાન સુધી વિશ્વની સરહદોને ગૂગલ મેપ પર તમે ક્યાંથી જૂઓ છો તેના આધારે દર્શાવવામાં આવે છે. ગૂગલનું કોર્પોરેટ મીશન વિશ્વની માહિતીને સંગઠિત કરવાનું છે, પરંતુ સાથે કંપની તેની ઈચ્છા મુજબ તેની સાથે ચેડાં પણ કરે છે.
વોશિંગ્ટન પોસ્ટે ઉમેર્યું હતું કે મોબાઈલ મેપમાં 80 ટકા બજાર હિસ્સો અને એક અબજથી વધુ યુઝર્સ સાથે ગૂગલ મેપ વિશ્વના સંદર્ભમાં લોકો પર વ્યાપક અસર કરી શકે છે.
વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો હતો કે વિશ્વના નકશાઓ અંગે કંપનીના નિર્ણયો અનેક વખત ઈતિહાસ અને સૃથાનિક કાયદાઓથી જ પ્રભાવિત નથી હોતા, પરંતુ કેટલીક વખત તે રાજદ્વારીઓ અને નીતિ ઘડનારાઓ તથા કંપનીના પોતાના એક્ઝિક્યુટીવ્સની ઈચ્છા મુજબ પણ વિશ્વના વિવાદાસ્પદ વિસ્તારોના નકશાઓ બદલવામાં આવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37sPA2v
via Latest Gujarati News
0 Comments