ફેસબૂક પર નંબર વન હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો, મોદી તેમનાથી આગળ


(પીટીઆઈ) વોશિંગ્ટન, તા.15 ફેબ્રુઆરી, 2020, શનિવાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યાત્રા પરઆવનાર છે. ભારત યાત્રાને લઇને તેઓ ઘણા ઉત્સાહિત પણ છે. ત્યારે શનિવારે તેમણે એક ટ્વિટ કરીને દાવો કર્યો છે કે ફેસબૂક પર લોકપ્રિયતાના મામલે તેઓ નંબર વન છે ્ને બીજા નંબર પર નરેન્દ્ર મોદી છે. પરંતુ તેમનો આ દાવો  ખોટો સાબિત થયો છે. ફેસબૂક પર ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા નરેન્દ્ર મોદી કરતા અડધી છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે, 'હાલમાં ફેસબૂકના  સંસ્થાપક માર્ક ઝકરબર્ગને મળ્યો હતો. તેમણે મને જણાવ્યું કે ફેસબૂક પર લોકપ્રિયતા મુદ્દે હું નંબર વન છું અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા નંબર પર છે' મને લાગે છે કે આ ઘણું મોટું સન્માન છે. 

હું આવતા અઠવાડિયે  ભારતની યાત્રા પર જવાનો છું. જેને લઇને હું ઘણો ઉત્સાહિત છું'. તેમના ા ટ્વિટ બાદથી લોકો તેમની મજાક પણ ઉડાવી રહ્યા છે, કેમકે તેમનો આ દાવો સંપૂર્ણ ખોટો છે. જો આંકડાઓની વાત કરીએ તો ફેસબૂક પર ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા 2,75,37, 177 છે.

જ્યારે તેની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા 4,43,78, 625 છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણીમાં ટ્રમ્પના ફોલોઅર્સ અડધા છે તેમ કહીએ તો પણ ચાલે. મોદીના ફએસબૂક પેઇજ પર 4.45 કરોડ લાઇક્સ છે, જ્યારે ટ્રમ્પના ફેસબૂક પેઇજ પર 2.6 કરોડ લાઇક્સ છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hoqis1
via Latest Gujarati News

Post a Comment

0 Comments