પંજાબમાં ખાનગી શાળાની મિનિ બસમાં આગ, ચાર બાળકોનાં મૃત્યુ :તપાસનો આદેશ


(પીટીઆઇ) ચંડીગઢ, તા.15 ફેબ્રુઆરી, 2020, શનિવાર

પંજાબના સંગરૂર જિલ્લામાં બનેલી એક અત્યંત કરૂણ ઘટનામાં શાળાની  ખખડી ગયેલા અને  ગેરકાયદે ચલાવવામાં આવતી મિનિ બસમાં આગ લાગતાં તેમા સવાર ચાર બાળકો બળીને ખાક થઇ ગયા હતા, એમ પોલીસે કહ્યું હતું.

આ કરૂણ ઘટના લોંગોવાલ-સિદસાચાર માર્ગ પર બની હતી. ઘટના ઘટી ત્યારે બસમાં કુલ બાર બાળકો હતા.પાસેના ખેતરોમાં કામ કરી રહેલા સોકોએ  આઠ બાળકોને બચાવી લીધા હતા, પણ ત્રણ વર્ષની એક બાળકી સહિત બાળકો જીવતા જ ભુંજાઇ ગયા હતા, એમ પોલીસે કહ્યું હતું.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. આ ઘટના એ વખતે બની હતી જ્યારે બાળકો શાળામાંથી છુટીને ઘરે જઇ રહ્યા હતા. ઘટના સ્થળે પહોંચી ગયેલા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે પોલીસે આઇપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધી શાળાના આચાર્ય , મેનેજમેન્ટ અને મિનિ વાનના ડ્રાઇવર સામે કેસ કરી આગળની તપાસ શરૂ કરી હતી. '

પ્રારંભીક તપાસમાં જાણવા મળ્યું હતું કે  જિલ્લા વાહન  વ્યવહાર ઓફિસના અહેવાલ પ્રમાણે  વાન અત્યંત કથળેલી હાલતમાં હતી   છતાં શાળા દ્વારા તેને ચલાવવામાં આવતી હતી. જો વાહન વ્યવહાર ઓફિસ અથવા તો ત્યાંનો કોઇ અધિકારી દોષિત જણાશે તો અમે તેમની સામે પણ પગલાં ભરીશું અને તેની સામે પણ ચાર્જશીટ ફાઇલ કરીશું'એમ પોલીસે કહ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર લોંગોવાલમાં ચલાવવામાં આવતી શાળાને તાજેતરમાં જ ગામની બહાર એક અન્ય મકાનમાં ખસેડવામાં આવી હતી. શાળાને હંગામી ધોરણે  પંજાબ શિક્ષણ બોર્ડ સાથે ં સંલગ્ન છે અને મિનિ બસ કથળેલી હાલતમાં હતી.ઉપરાંત વાનમાં યોગ્ય દસ્તાવેજો પણ નહતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31XW74c
via Latest Gujarati News

Post a Comment

0 Comments