રિચા ચડ્ઢા અને અલી ફઝલ જલદી જ લગ્ન કરશે: આ પ્રેમી યુગલ કેટલાય સમયથી ડેટ કરી રહ્યું છે


મુંબઇ,તા.16 ફેબ્રુઆરી 2020 રવિવાર

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લાંબા સમયથી એકબીજાનેડેટ કરી રહ્યા છે. બન્નેના લગ્નની વાતો પણ ઘણી વખત ચગી છે. પરંતુ હવે ફરી મળેલા રિપોર્ટના અનુસાર રિચા અને અલી જલદી જ લગ્ન કરવાના છે. 

રિચાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, '' મેં સાવેર નવ વાગ્યે વાંચ્યુ હતું કે મારા લગ્ન થવાના છે. પછીથી એવા સમાચાર મને મળ્યા હતા કે મારા લગ્ન સાંજનાચાર વાગ્યે વેલેનટાઇન ડેના થવાના હતા જે રદ કરવામાં આવ્યા છે. મને જ નથી ખબર કે મારા લગ્ન કેમ કેન્સલ થયા કોઇએ તો  સોશિયલ મીડિયા પર મારા લગ્નની કંકોતરી સુંધ્ધા છાપી હતી. લોકોને ક્રિએટિવીટી પણ ગજબની છે. કાર્ડના બ્રેકગ્રાઉન્ડમાં ગુલાબના ફુલ હતા. 

હું અને અલી લગ્ન કરવાનો નિર્ણય લેશું ત્યારે તેની ઘોષણાચોકક્કસ કરશું. જોકે રિપોર્ટની માનીએ તો રિચા અને અલી જુન-જુલાઇમાં લગ્ન કરવામાં છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uPQw3R
via Latest Gujarati News

Post a Comment

0 Comments