
મુંબઇ,તા.16 ફેબ્રુઆરી 2020 રવિવાર
ઘણી વખત ઓચિંતાના જ કોઇક નિર્ણય લેવાઇ જતા હોય છે, જે જિંદગીભર પાલન કરવાના હોય છે. રકુલ પ્રીત સિંહે પણ આજીવન શાકાહારી બનવાનો નિર્ણય ઓંચિતાનો લીધો છે. તેણે કહ્યુ હતું કે, આ માટે મારી કોઇ પૂર્વ યોજના નહોતી, અચાનક જ મને શાકાહારી બનવાની ઇચ્છા થઇ ગઇ તેમ રકુલે જણાવ્યુ હતું.
'' હું સંપૂર્ણરીતે માંસાહારી હતી. એના વગર મને ચાલતુ જ નહીં. મારા રોજિંદા આહારમાં ઇંડા અને માંસ તો સામેલ હતા. જોકે એક દિવસ્ચાનક જ મને શાકાહારી બનવાની ઇચ્છા થઇ ગઇ. આ એક ત્વરિત નિર્ણય હતો. હવે હું સ્વયંને એકદમ હળવીફુલ અને સ્ફુર્તિદાયક અનુભવું છું.
અમારા વ્યવસાયમાં મુસાફરીઓ હોય છે, તેથી ગમે તે સ્થળે અને શહેરોમાં શાકાહારી ખોરાક મેળવવો ઘણી વખત મુશ્કેલી ભર્યો બની જતો હોય છે. મુંબઇમાં તો શાકાહાર આહાર તેમજ વેજિટેરિયન શેક, કરી આસાનીથી મળી જતું હોય છે. પરંતુ વિદેશમાં આવી તકલીફ થતી હોય છે, ત્યારે ફિલ્મની ટીમ અમારા જેવા શાકાહારીઓ માટે ફળો અને શાક, દાળ અને ભાત તેમજ મોટા ભાગે ખીચડી બનાવી આપતા હોય છે. જેમાં અમે સ્વાદ માટે ઘી ઉમેરીને ખાઇએ છીએ તેમ રકુલે વધુમાં કહ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37xLRkr
via Latest Gujarati News
0 Comments