સોનામાં હાજર પુરવઠામાં ખેંચ સર્જાતાં વાયદા સામે હાજરના ઉંચા બોલાતા ભાવ


સોના-ચાંદીના રેશિયોેમાં નોંધપાત્ર બદલાવ આવતાં ચાંદીના બજારભાવ અંડરવેલ્યુ હોવાનો સંકેતઃ આના પગલે ચાંદી ઉછળવાની શક્યતા

વિશ્વ બજારમાં સોનું અઠવાડિયા દરમિયાન ૬ ડોલર પ્રતિ ઔંસની ટૂંકી વધઘટ દાખવીને  સોના બજારને અનિશ્ચિતતાના દ્વારે  લાવી ખડું કરે છે.ચીનના કરોના વાયરસને  કારણે ચીનના નવા વર્ષની ઘરાકી સાવ ઠંડી રહી ઉપરાંત  લોકો રોગચાળાથી બચવા રોકડ મૂડીને પોતાની પાસે રાખવાનું  વલણ અપનાવે છે અને સોનાની માંગને ધીમી પાડે છે.

૨૦૨૦ના વર્ષમાં ફેડ વ્યાજના દર કેટલીવાર ઘટાડશે તેનો કોઈ અણસાર નથી આવવા દેતું અને ડોલર યુરો તથા અન્ય ચલણ સામે મજબૂત થતા સોનાના ભાવની તેજીને બ્રેક લાગી છે. અઠવાડિયા દરમિયાન સોનું  ૧૫૬૦ અને ૧૫૮૦ ડોલર પ્રતિ ઔંસની ૧૦ ડોલરની ટુંકી વધઘટ વચ્ચે અથડાય છે.

ચીનની કોરોના વાયરસને કારણે રોકાણકારો  તથા દાગીના બજારની માંગ  ઘટી ત્યારે  ભારતમાં  મોંઘવારી વધી છે અને બેરોજગારી વધતી જતા લોકો રોષે ભરાયેલ છે. ઉપરાંત સોનાના ભાવોે ઉંચા રહેતા લગ્નસરામાં લોકોએ થોડાક  જાુના દાગીના ઘરમાંથી કાઢીને થોડાક પ્રમાણમાં નવું સોનું ખરીદીને  પ્રસંગો ઉકેલ્યા હોવાથી નવા સોનાની માંગ  ગયા વર્ષ કરતા અડધી રહેશે તેવી ગણતરી  મૂકાય છે જે સોનાના ભાવને દીશા આપે. એક વાતની નોંધ લેવી રહી કે  ૨૦૦૮ના વર્ષ બાદ  રેડિયમની ધાતુને સૌ કોઈ નજર અંદાજ  કરતા હતા પરંતુ આ વર્ષે રોડીયમની માંગ વધતાં પ્લેટીનમ તથા  નિકલમાંથી નિકળતી આ રોડીયમ ધાતુની કિંમત ઊંચી  બોલાતા સોનાની તેજીને ટેકો સાંપડશે અને લાંબા ગાળે તેજી ફુંકાય.

ત્યારે વિશ્વના સોનાના રોકાણકારોનું વલણ સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆરમાં બુલીયનનું રોકાણ ૦.૬૭ ટકા વધારીને તેનો સોનાનો મંગળવારે અનામત જથ્થો ૯૨૨.૨૩ ટનનો છેલ્લા ૩ માસમાં સૌથી વધુ કરીને રોકાણકારોનું સોનામાં  રોકાણ કરવાના માનસને દાખવે છે. એકંદરે સોનામાં મંદી નથી અન ધીમી ગતિએ તેજી રહેશે. ગુરૂવારે સવારે  લંડન બજારમાં   સોનું ૧૫૭૩ ડોલર પ્રતિ ઔંસ ભાવ કવોટ કરાયું હતું.

વિશ્વની ચાંદી બજારમાં ૨૦૨૦ના વર્ષની શરૂઆતમાં ચાંદી બજારમાં  પ્રવાહિતતા જોવા મળે છે અને માર્ચ ફયુચર્સના સૌદાઓ ૧૭૨૮ સેન્ટથી લઈને ૧૮૯૦ સેન્ટ પ્રતિ ઔંસના ભાવોએ મોટાગાળાની  રેન્જ વચ્ચે પડયા છે.

ચાંદીમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે અને તેજી મંદી વચ્ચે ચાંદી રમી રહી છે.

૧૯૭૦ના વર્ષ પછી ચાંદી તથા સોના વચ્ચેના સંબંધની કડીમાં એક ઔંસ સોના સામે  ૫૫ ઔંસ ચાંદી સરેરાશ પ્રમાણે મળતી પરંતુ ૨૦૧૯ના વર્ષમાં તે રેશિયો ૮૮નો થતાં ચાંદીના ભાવો અન્ડરવેલ્યુડ છે, અને બજારમાં ચાંદી સસ્તી છે તેવી ગણતરી મૂકી  શકાય. ૨૦૧૯ના જુલાઈ માસમાં ફેડે વ્યાજના દર ઘટાડતા ચાંદીના ભાવમાં ઉછાલો આવ્યો હતો.

નોંધ લેવી રહી કે હજારો વર્ષ પૂર્વનો સોના ચાંદીનો ઈતિહાસ જોઈએ તો જણાય છે કે પૂર્વ ઈજીપ્તના ફારાહ મીનેસે સોના ચાંદીનો રેશિયોમાં  ૧ ઔંસ સોના સામે અઢી ઔંસ ચાંદી મળે તેવું નક્કી કરેલ. છેલ્લા ૪૬ વર્ષથી સોના-ચાંદીનો રેશિયો  ૧૯૭૪થી ૧૫.૪૭થી ૯૩.૧૮ ઔંસનો રહ્યો અને આજે તે વધઘટ ૫૫.૧ના લેવલથી વધીને ૮૮.૩નો રેશિયો  દેખાડીને ચાંદી ખૂબ જ સસસ્તી છે તેવું દર્શાવે છે.

૨૦૨૦ના વર્ષમાં ચાંદીનું ઉત્પાદન  ઘટશે તેવી ગણતરી મૂકીને એનાલીસ્ટોે જણાવે છે કે ચાંદીના ભાવો આંચકા સાથે ધીમી ગતિએ ઉંચી દિશા પકડશે.

ન્યુયોર્કના કોમેક્સ બજારમાં સટ્ટોડીયાઓ ટુંકાગાળાની ચાંદીના ભાવની વધઘટનો લાભ લઈને નફો તારવે છે અને લાંબા ગાળાના સૌદાઓને ઉભા રાખીને ભાવો વધશે તેવાં સંકેત આપે છે.

સ્થાનિક સોના બજારમાં  લગ્નસરો પુરો થયો અને મુંબઈમાં  સોનાના દાગીનાનું એકઝીબીશન પુરૂ થતાં સોનાની માગમાં ઘટાડો આવશે તેવી ગણતરી મૂકાય છે. સોનું અસ્થિર અને અનિશ્ચિત અવસ્થામાં અથડાય છે અને  સોનાના ભાવ રૂ.૪૦૭૦૦ અને રૂ.૪૦૭૫૦ પ્રતિ ૧૦ ગ્રામ વચ્ચે  અથડાય છે. શો-રૂમમાં ઘરાકી ધીમી પડી છે આયાતકારો દરેક ભાવે સોનાની મર્યાદિત આયાત કરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજે સોનાની આયાતમાં ઘટાડો  નોંધાશે.  દાણચોરીના સોનાની સતત આવક રહેતી હોવા છતાં  બજારમાં  હાજર સોનાની તંગી જણાતા  વાયદા કરતાં હાજર સોનામાં ભાવ રૂ.૨૦૦ ઉંચા કવોટ થાય છે.

એકંદરે બજારમાં સોનાના ભાવમાં ઉતર-ચડની  શક્યતા વધી છે અને ભાવને ઝાટકા મળતા ભાવો અનિશ્ચિત રહેશે.

સ્થાનિક ચાંદી બજારમાં ચાંદી રૂ.૪૭૦૦૦ પ્રતિ કિલોેના ભાવે ટકતી નથી અને બુધવારે ચાંદીરૂ.૪૬૬૦૦ પ્રતિ કિલો કવોટ થતી હતી ત્યારે  આયાતી ચાંદીનો ભાવ વાયદાના ભાવે ભાવ કવોટ થતી હતી.  ચાંદીના વાયદા બજારમાં  રૂ.૨૦૦ પ્રતિ કિલોની ટુંકી વધઘટ વચ્ચે  સટ્ટોડિયાઓ લેવેચ કરીને નફો તારવી રહ્યા છે. ત્યારે હાજર ચાંદીમાં બુલિયન વેપારીઓ રૂ.૧૦૦ પ્રતિ કિલોના ભાવ તફાવતે  સૌદાઓની લે-વેચ કરીને સાંજે સ્ટોક યથાવત રાખીને ચાંદીનો સ્ટોક વધારતા નથી. 

જાુની ચાંદીની આવક ઘટી રહી છે. રીફાઈનરીઓને પુરતી ચાંદી રીફાઈન માટે નથી મળતી. બજારમાં કાચી ચાંદી ટંચના હિસાબે  કારખાનેદાર તથા મેન્યુફેકચરરો ચાંદી ખરીદીને બજારમાંથી કાચી ચાંદી ઉપાડે છે.એકંદરે ચાંદીમાં લાંબાગાળે ધીમો સુધારો આવે...



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bSiIUy
via Latest Gujarati News

Post a Comment

0 Comments