વારાણસી, તા.9 ફેબ્રુઆરી 2020, રવિવાર
ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના પીએમ મહિન્દ્ર રાજપક્ષે આજે કાશીમાં બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા.
જ્યાં તેમણે પૂજારીઓની હાજરીમાં વિધિ પણ કરી હતી. શ્રીલંકન પીએમની સુરક્ષા માટે એરપોર્ટથી મંદિર સુધીના તમામ રસ્તા સીલ કરી દેવાયા હતા.
મંદિર તરફથી રાજપક્ષેને અંગવસ્ત્રમ, રૂદ્રાક્ષની માળા અને બાબા વિશ્વનાથનો એક ફોટો ભેટ આપવામાં આવ્યો હતો. સાથે સાથે પેકેટમાં ભસ્મ પણ આપવામાં આવી હતી.
બપોર પછી રાજપક્ષે બૌધ્ધ યાત્રાધામ સારનાથની મુલાકાત લેશે. જ્યાં તેઓ બૌધ્ધ ભીક્ષુઓ પાસેથી આશીર્વાદ લેશે અને સારનાથનુ પૌરાણિક મ્યુઝિયમ પણ જોશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vdsDTH
via Latest Gujarati News
0 Comments