દિલ્હી ચૂંટણીઃ કોંગ્રેસ સાથે છેડો ફાડીને મુસ્લિમોએ 'આપ'ની તરફેણમાં એક તરફી મતદાન કર્યુ

નવી દિલ્હી, તા.9 ફેબ્રૂઆરી 2020, રવિવાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બાદ ધ્યાન ખેંચનારી વાત એ જોવા મળી છે કે, દિલ્હીના મુસ્લિમ મતદારોએ કોંગ્રેસનો સાથ છોડીને આપની તરફેણમાં મતદાન કર્યુ છે.

વિધાનસભા ચૂંટણી બાદના એક્ઝિટ પોલ પ્રમાણે દિલ્હીના 60 ટકા મતદારોએ આપને મત આપ્યો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે દિલ્હીમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આપની તરફેણમાં એક તરફ વોટિંગ થયુ છે. માત્ર એકલ દોકલ મત કોંગ્રેસને મળ્યા છે.

આઠ મહિના પહેલા જ લોકસભા ચૂંટણીમાં મુસ્લિમોએ કોંગ્રેસને મત આપ્યા હતા.તે વખતે સીએમ કેજરીવાલે હેરાની વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, મુસ્લિમ સમુદાયની આપની સાથે કેમ નથી રહ્યો તે બાબતે વિચારવુ પડશે.

જોકે આઠ મહિનામાં સ્થિતિ બદલાઈ ગઈ છે ત્યારે એવુ મનાય છે કે, મુસ્લિમોને લાગ્યુ છે કે, રાષ્ટ્રિય ચૂંટણીમાં કોંગ્રેસ જ ભાજપને ટક્કર આપી શકે છે અને વિધાનસભામાં મુસ્લિમોને લાગ્યુ હતુ કે, જો કોંગ્રેસને મત આપીશું તો આપ નબળી પડશે અને ભાજપ ફરી બાજી મારી જશે. આથી કેજરીવાલને મજબૂત કરવા મુસ્લિમોએ આપ તરફી વોટિંગ કર્યુ છે.

એક એઝ્કિટ પોલ પ્રમાણે મુસ્લિમોના 14 ટકા જ મત કોંગ્રેસના ફાળે ગયા છે. એવી પણ અટકળો થઈ રહી છે કે, કોંગ્રેસે દિલ્હી ચૂંટણીમાં મુસ્લિમ વોટો વહેંચાય નહી તે માટે જાણી જોઈને પ્રચારમાં તાકાત લગાવી નહોતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UCGSMD
via Latest Gujarati News

Post a Comment

0 Comments