આ મહિલા ક્રિકેટરની ચેલેન્જ સ્વીકારી સચિન ઉતર્યો બેટિંગમાં,પહેરી ઓસી ટીમની જર્સી

કેનબેરા, તા.9 ફેબ્રૂઆરી 2020, રવિવાર

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસે પેરીએ આપેલી ચેલેન્જ  સ્વીકારીને ઓલ ટાઈમ ગ્રેટ સચિન તેંડુલકર આજે સાડા પાંચ વર્ષ બાદ ફરી એક વખત બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગના કારણે અસરગ્રસ્ત બનેલા લોકોને મદદ કરવા માટે આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક ચેરિટી મેચનુ આયોજન કરાયુ હતુ. આ મેચ રિકી પોન્ટિંગ અને એડમ ગિલક્રિસ્ટની ટીમ વચ્ચે રમાઈ હતી.

સચિન તેંડુલકર આ મેચમાં પોન્ટિંગની ટીમના કોચના રોલમાં હતો. જોકે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની સભ્ય એલેસી પેરીએ બે દિવસ પહેલા સચિનને આ મેચમાં બ્રેક દરમિયાન પોતાની બોલિંગમાં એક ઓવર બેટિંગમાં ઉતરવાની ચેલેન્જ આપી હતી અને સચીને આ ચેલન્જ સ્વીકારીને કહ્યુ હતુ કે, ડોક્ટરે મને ખભાની ઈજાના કારણે આમ તો બેટિંગ કરવાની ના પાડી છે પણ હું એક ઓવર બેટિંગ કરીશ, ચેલેન્જ સ્વીકારુ છું

એ પછી આજે ચેરિટી મેચમાં બ્રેક દરમિયાન સચિન ઓસ્ટ્રેલિયાની ટીમની પરંપગત યલો ટી શર્ટ પહેરીને મેદાનમાં  ઉતર્યો ત્યારે ફરી એક વખત મેદાન સચિન-સચિનના નારાથી ગૂંજી ઉઠ્યુ હતુ.

સચિને પહેલા જ બોલે ફાઈન લેગ પર ચોક્કો ફટકાર્યો હતો. જોકે આ બાઉન્ડ્રી ફિલ્ડરની મિસફિલ્ડથી મળી હતી.જોકે સચિન એક ઓવર રમ્યો હતો અને આઉટ થયો નહોતો.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2H90kbG
via Latest Gujarati News

Post a Comment

0 Comments