બેઇજિંગ, તા.9 ફેબ્રૂઆરી 2020, રવિવાર
આખી દુનિયામાં કોરોનો વાયરસના કારણે 38,000 જેટલા લોકો બીમાર છે અને 813 લોકોના મોત થયા છે. આ પૈકી સૌથી વધારે 35,000 લોકો ચીનમાં બીમાર છે અને ચીનમાં અત્યાર સુધીમાં 722 લોકો મોતને ભેટ્યા છે.
જોકે કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે હવે ચીન વધારેને વધારે નિર્દયી બની રહ્યુ છે. કોરોનાના શંકાસ્પદોની તપાસ કરવા માટે હવે તેમને ઘરમાંથી ઢસેડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસના એપિ સેન્ટર મનાતા ચીનના વુહાન શહેરનો એક વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો છે. જેમાં હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ એક શંકાસ્પદ વ્યક્તિને ટિંગાટોળી કરીને લઈ જઈ રહેલા નજરે પડે છે. માસ્ક નહી પહેરનારા લોકોને પોલીસકર્મીઓ જબરદસ્તી પકડીને લઈ જઈ રહ્યા હોવાનુ પણ દેખાય છે.
એક મહિલા અને પોલીસ કર્મી વચ્ચે પકડા પકડીના દ્રશ્યો પણ જોઈ શકાય છે. ચીનમાં માત્ર વુહાન નહી બીજા શહેરોમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38e6djL
via Latest Gujarati News
0 Comments