મુંબઈ, તા. 15 ફેબ્રુઆરી 2020 શનિવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને નવી દિલ્હીમાં રહેશે. ટ્રમ્પના આ પ્રવાસ વિશે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સલાહ આપી છે.
શિવસેનાએ લખ્યુ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મનમોજી વ્યવહારના કારણે ચર્ચામાં રહે છે. દસ દિવસ બાદ ભારતના પ્રવાસે આવ્યા પહેલા ટ્રમ્પે ફરીથી એકવાર પોતાની આ અદાનો પરિચય આપ્યો છે.
આ વખતે તેમનો આ વ્યવહાર તેમના બોલવાથી નહીં પરંતુ તેમના કૃત્યથી સામે આવ્યો છે. ભારતમાં ટ્રમ્પનું જોરદાર સ્વાગત કરવા માટે કાર્પેટ બિછાવવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન અમેરિકાએ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી દીધુ છે.
વિશ્વ વેપાર સંગઠનના ખભે બંદૂક રાખીને અમેરિકાની વેપાર પ્રતિનિધિ સમિતિએ વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતનું નામ અલગ કરી દીધુ છે. આને ભારત માટે મોટો આર્થિક ઝટકો કહી શકાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SNRUvM
via Latest Gujarati News
0 Comments