મુંબઈ, તા. 15. નવેમ્બર 2020 શનિવાર
મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરે સરકારમાં અંદરો અંદરની ખેંચતાણ વધી રહી છે.
મહાવિકાસ અઘાડી સરકામરાં સામેલ કોંગ્રેસ અને શિવસેના વચ્ચે તો તનાતની છે જ અને હવે શિવસેનાનો એનસીપી સાથે પણ વિખવાદ ઉભો થયો છે.
ઉધ્ધવ ઠાકરેએ ભીમા કોરેગાંવ મામલાની તપાસ એનઆઈએ એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપતા એનસીપી સુપ્રીમો શરદ પવાર નારાજ થઈ ગયા છે.હવે આ સંજોગોમાં એવા પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે, આ સરકાર પાંચ વર્ષ ચાલશે કે નહી
ઉધ્ધવ ઠાકરેએ આ તપાસ એનઆઈએને સોંપીને ગૃહ મંત્રાલયનો નિર્ણય જ બદલી નાંખ્યો છે.આ મંત્રાલય હાલમાં એનસીપી પાસે છે અને તેના નેતા અનિલ દેશમુખ ગૃહ મંત્રી છે.બીજી તરફ આ વિભાગના મુખ્ય સચિવે દાવો કર્યો છે કે, આ કેસને એનઆઈએને સોંપવા સામે ગૃહ મંત્રાલયને કોઈ વાંધો નથી.
જોકે શરદ પવાર તેનાથી ખુશ નથી.પવારે કહ્યુ છે કે, ઉધ્ધવ ઠાકરેનો નિર્ણય ગેરબંધારણીય છે.પૂણે પોલીસ પાસેથી મામલાની તપાસ લઈ લેવાનુ પગલુ યોગ્ય નથી.કારણકે કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારનો વિષય છે.
પવારે આગળ કહ્યુ હતુ કે, ભીમા કોરેગાંવ મામલામાં કેટલાક પોલીસ અધિકારીઓના આપત્તિજનક વ્યવહારની તપાસ થવી જરુરી છે.જે દિવસે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓએ પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી તે જ દિવસે કેન્દ્ર સરકારે તેની તપાસ એનઆઈએને સોંપી દીધી હતી અને રાજ્ય સરકારે તેનુ સમર્થન કર્યુ છે.
બે વર્ષ પહેલા ભીમા કોરેગાંવમાં દલિતોના કાર્યક્રમમાં હિંસા થઈ હતી.જેમાં એક વ્યક્તિનુ મોત પણ થયુ હતુ.એનસીપીએ સરકારમાં સામેલ થયા બાદ જાહેરાત કરી હતી કે આ મામલાની તપાસ નવેસરથી કરવામાં આવશે.પણ હવે એનઆઈએને તપાસ સોંપી દેવાયા એનસીપીના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યુ છે.
બીજી તરફ શિવસેના અને કોંગ્રેસ વચ્ચે પણ તનાતની યથાવત છે.નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર માટે માહિતી એકત્રીત કરવાની કામગીરી સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે તો શિવસેનાના સાંસદ અનિલ દેસાઈએ કહ્યુ છે કે, વસતી ગણતરી માટે આ કામગીરી છે તો કોઈ વાંધો નથી.વસતી ગણતરી તો દર 10 વર્ષે થાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38wmVLn
via Latest Gujarati News
0 Comments