J&K: પાક. રેન્જર્સે કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રી નગર, તા. 15 ફેબ્રુઆરી 2020 શનિવાર

જમ્મુ-કાશ્મીરમાં LoC પર પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. કઠુઆના હીરનગર સરહદે પાકિસ્તાની રેન્જર્સે બીએસએફ હુમલો કર્યો. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. 

શુક્રવારે મોડી રાતથી વાંરવાર પાકિસ્તાની રેન્જર્સ સરહદ પર ફાયરિંગ કરી રહ્યા છે. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની ચેક પોસ્ટને તબાહ કરી દીધી છે. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના કેટલાક ચેક પોસ્ટ ધ્વસ્ત થઈ ગયા છે. 

ભારતીય સેનાએ સ્થાનિક લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાના આદેશ આપ્યા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OVzJmR
via Latest Gujarati News

Post a Comment

0 Comments