શ્રી નગર તા. 09 ફેબ્રુઆરી 2020 રવિવાર
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી વિરૂદ્ધ લોક સુરક્ષા કાનૂન (પીએસએ) હેઠળ કેસ નોંધાયો છે. વહીવટીતંત્રએ મહેબૂબા મુફ્તી વિરૂદ્ધ અલગાવવાદીઓની સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. 6 પાનાની ફાઈલમાં ધરપકડનું આ કારણ જણાવાયુ છે.
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A રદ થયા પહેલા મહેબૂબા મુફ્તીએ એક નિવેદન આપ્યુ હતુ જેમાં કહ્યુ હતુ અમે કેન્દ્ર સરકારને જણાવવા ઈચ્છીએ છીએ કે આર્ટિકલ 35A ની સાથે છેડછાડ બારૂદને હાથ લગાવવા જેવુ હશે.
35Aએ સાથે જે કોઈ છેડછાડ કરશે ના માત્ર તેના હાથ પરંતુ સમગ્ર શરીર બળીને ખાખ થઈ જશે. મહેબૂબા મુફ્તીએ આર્ટિકલ 370 રદ થવા પર લિંચિંગ અને હાઈવે બંધ કરવાની ચેતવણી આપી હતી. ડોજિયરમાં આ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના આધારે મહેબૂબા મુફ્તી વિરૂદ્દ પીએસએ ફરિયાદ કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bkaPH4
via Latest Gujarati News
0 Comments