Delhi Election : ભારત માતાની જીત થશે અને ઈસ્લામિક સ્ટેટની હાર - ગિરિરાજ સિંહ

નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2020 રવિવાર

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં ભારત માતાની જીત થશે અને ઈસ્લામિક સ્ટેટની હાર થશે. 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ શરજીલ ઈમામ જેવા શખ્સ સાથે ઊભા છે. શાહીનબાગમાં હજી પણ પરિસ્થિતિ ગંભીર છે. કેજરીવાલ શાહીનબાગની ઘટના અંગે મૌન ધારણ કરીને બેઠા છે.

મનોજ તિવારીને પણ વિશ્વાસ છે કે BJP જ જીતશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યુ કે, દિલ્હીમાં એક્ઝિટ પોલના તમામ આંકડાઓ કથિત સાબિત થશે અને ભાજપને દિલ્હીમાં 48 બેઠક પર વિજય મળવાનો છે. 

એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીત દર્શાવવામાં આવી રહી છે. જોકે, આ તમામ એક્ઝિટ પોલને મનોજ તિવારીએ ખોટા ગણાવ્યા છે. દિલ્હીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને 11મી તારીખે મતગણતરી થવાની છે. એક્ઝિટ પોલમાં આપને 59થી 68 અને ભાજપને બેથી 12 બેઠક મળતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38c88W7
via Latest Gujarati News

Post a Comment

0 Comments