બેઈજિંગ, તા. 09 ફેબ્રુઆરી 2020 રવિવાર
જીવલેણ કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. ચીનમાં અત્યાર સુધી 722થી વધારે લોકોના મોત નીપજ્યા છે. કોરોના વાયરસ ચીનમાં ન માત્ર લોકોના જીવ લઈ રહ્યો છે પરંતુ હવે આની અસર ત્યાંના શહેરો પર પણ જોવા મળી રહી છે. વ્યસ્ત રહેનારા ચીનના શહેરો ભૂતોના વસાહત જેવા થઈ ગયા છે.
ચીનના તે શહેરોની હાલત ભયાનક થઈ ગઈ છે જે દુનિયાના વ્યસ્તશહેરોમાંના એક છે.
રાજધાની બેઈજિંગમાં એકલ દોકલ લોકો જોવા મળી રહ્યા છે. તેમના મોઢા પર માસ્ક લાગેલા છે અને હાથમાં માત્ર સેનિટાઈઝર છે.
21.5 મિલિયનની વસતી ધરાવતા શહેરનો દુર્લભ નજારો છે જ્યાં સામાન્ય રીતે સેંકડો હજારો લોકો ફોટા ખેંચતા જોવા મળતા હતા તે વેરાન જેવુ દેખાય છે.
રસ્તા ખાલી છે અને પાર્ક એટલા શાંત છે કે માત્ર પક્ષીઓના ચહલ પહલનો અવાજ સંભળાઈ શકે છે.
માત્ર બેઈજિંગ જ નહીં પરંતુ ચીનનું નાણાંકીય કેન્દ્ર શાંઘાઈ અને દુનિયાના સૌથી વધારે વસતી વાળા અન્ય શહેરોને પણ કોરોના વાયરસે ભૂતિયા શહેરમાં બદલી નાખ્યા છે.
સરકારે શહેરના લોકોને કોરોના વાયરસના કારણે બહાર જવા માટે મનાઈ કરી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OAUtA4
via Latest Gujarati News
0 Comments