કાશ્મીરમાં ફરી એક વખત ઈન્ટરનેટ સેવા બંધ, આ છે કારણ

શ્રીનગર, તા.9 ફેબ્રૂઆરી 2020, રવિવાર

આતંકવાદી અફઝલ ગુરુને 2013માં આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આજે ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં ટુજી ઈન્ટરનેટ સેવા પર રોક લગાવાઈ છે.

સાત વર્ષ વહેલા આજના દિવસે સંસદ હુમલાના દોષી અફઝલને ફાંસી અપાઈ હતી. બીજી તરફ ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી છે કે, પાક સમર્થિત આતંકીઓ નવ ફેબ્રુઆરીની આસપાસ જમ્મુની આસપાસ આત્મઘાતી હુમલો કરી શકે છે. ખાસ કરીને કોઈ લશ્કરી છાવણીને નિશાન બનાવી શકે છે. એ પછી જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.

એજન્સીઓનુ માનવુ છે કે, આ આંતકીઓ જમ્મુ સુધી પહોંચી પણગયા છે. જેના કારણે જમ્મુ શહેરને લશ્કરી છાવણીમાં ફેરવી દેવાયુ છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SyzzCX
via Latest Gujarati News

Post a Comment

0 Comments