નવી દિલ્હી, તા.9 ફેબ્રૂઆરી 2020, રવિવાર
તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી ભારે બહુમતી સાથે સત્તા પર આવશે તેવો વરતારો હોવા છતા આમ આદમી પાર્ટીને ઈવીએમની બીક લાગી રહી છે.
આપને શંકા છે કે, ઈવીએમમાં ગરબડ કરીને ભાજપ ચૂંટણી પરિણામ બદલી શકે છે. બીજી રીતે કહીએ તો તમામ એક્ઝિટ પોલ ખોટા પડે અને ભાજપ સત્તાની નજીક પહોંચે અથવા તો સત્તા મેળવે તો આપે ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળવાની તૈયારી કરી દીધી છે.
વોટિંગ બાદ સીએમ કેજરીવાલના ઘરે મળેલી બેઠકમાં નક્કી થયુ હતુ કે, મતગણતરી દરમિયાન દરેક બૂથના ઈવીએમ પર કાર્યકરો નજર રાખશે.
આ બેઠક બાદ સંજયસિંહે આરોપ મુક્યો હતો કે, બાબરપુરમાં મતગણતરી પુરી થયા બાદ કલાકો સુધી ઈવીએમ અધિકારીઓ પાસે જ હતા.આ એક આશ્ચર્યજનક વાત કહેવાય.
આપના કાર્યકરોને મતગણતરી સુધી ઈવીએમ જ્યાં મુકાયા છે તે સ્ટ્રોંગરૂમની બહાર ચોકી પહેરો કરવા માટે પણ સૂચના આપી છે. સંજયસિંહે બે વિડિયો શેર કરતા કહ્યુ હતુ કે, બાબરપુરમાં સરસ્વતી વિદ્યાનિકેતન સસ્કૂલમાં કર્મચારીને લોકોએ ઈવીએમ સાથે પકડ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31CDT8l
via Latest Gujarati News
0 Comments